લગ્નની ઓડિયો-વિડીયો કંકોતરીનો ‘ક્રેઝ’: ઓછા ખર્ચે તૈયાર થતી આવી કંકોતરીઓ દેશ-વિદેશમાં ગણતરીની સેકન્ડ માં પહોંચી જાય છે
લગ્નસરાં (લગ્નની મોસમ) પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે દોડધામભરી જિંદગીમાં કેટલીક પરંપરાઓ અને રીત-રીવાજમાં પણ લોકોને ફેરફાર કરવાની ફરજ પડી છે. રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાં આમ તો છેલ્લાં કેટલાક વર્ષોથી ‘ઓડિયો-વિડીયો’ કંકોતરીનો ક્રેઝ વધ્યો છે.
‘ઓડિયો-વિડીયો’ કંકોતરી બહુ ઓછા ખર્ચમાં તૈયાર થઇ શકે છે એટલું જ નહીં. એક આંગળીના અનેક લોકો સુધી પહોંચી શકે છે. ઓડિયો-વિડીયો કંકોતરીને દેશ, રાજ્ય કે શહેરના સીમાંડા નડતાં નથી. વોટ્સએપ કે ફેસબુક જેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી આવી અનેક કંકોતરીઓ કદાચ તમને પણ મળી હશે. રાજકોટમાં ઓડિયો-વિડીયો કંકોતરી તૈયાર કરવામાં સ્ક્રિપ્ટ રાઇટર્સ, સ્ટુડિયો રેકોર્ડીંગ અને વોઇસ ઓવર તેમજ સંગીતકારની જરૂર રહે છે. લગ્નના દરેક પ્રસંગોને શબ્દોથી શણગારીને કંકોતરીમાં જે-તે વિડીયો કે ફોટોગ્રાફ્સ સાથે પ્રસ્તૃત કરવામાં આવે છે.
એટલું જ નહીં હવે ગ્રાફિક્સ ડિઝાઇનર્સ પણ આવી કંકોતરીઓમાં જે-તે પરિવારના ‘કેરેક્ટર્સ’ના ગ્રાફીક્સ તૈયાર કરી ઓડિયો-વિડીયો કંકોતરી તૈયાર કરી રહ્યાં છે. ગ્રાફીક્સ ડિઝાઇનર્સની સાથે કંકોતરીનું એડીટીંગ કરતા એડિટર્સ પણ હવે કંકોતરીમાંથી આવક થઇ રહી છે. લગ્નના દરેક પ્રસંગોને આવરી લેતા લગ્નગીતોની પરંપરા પણ આજેય હાઇ-ફાય આયોજનોમાં જીવંતી રહી છે. લગ્નગીતોમાં ‘કંકુ છાંટી કંકોતરી મોકલજો’ લગભગ તમામ પ્રસંગોમાં લાઇવ કે રેકોર્ડેટ અચૂક સાંભળવા મળે છે. એક આંગળીના અનેક લોકો સુધી પહોંચી શકે છે. ઓડિયો-વિડીયો કંકોતરીને દેશ, રાજ્ય કે શહેરના સીમાંડા નડતાં નથી. વોટ્સએપ કે ફેસબુક જેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી આવી અનેક કંકોતરીઓ કદાચ તમને પણ મળી હશે.લગ્નની કંકોતરી જ્યારે ઓડિયો-વિડીયો ફોર્મેટમાં પ્રચલિત થઇ રહી છે ત્યારે આવા ગીતોના કેટલાક શબ્દો પણ સંગીત સાથે સાંભળવા મળે છે. જેના કારણે કંકોતરી રસપ્રદ બની જાય છે.