ધર્મશાલા ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલીયાને ૮ વિકેટે કારમો પરાજય આપી ચાર ટેસ્ટની શ્રેણી ૨-૧ી જીતી લીધી રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ: ટીમ ઈન્ડિયા પર અભિનંદન વર્ષા
ટેસ્ટ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલીયાના ક્રિકેટરોએ ભારતના ખેલાડીઓ અંગે કરેલા સ્લેઝીંગનો જડબાતોડ જવાબ ટીમ ઈન્ડિયાના સાવજોએ આપ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાને ૮ વિકેટે કારમો પરાજય આપી ભારતે ૪ ટેસ્ટની શ્રેણીમાં ૨-૧ી શાનદાર વિજય હાસલ કરી લીધો છે. સૌરાષ્ટ્રના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો છે. ઐતિહાસીક ટેસ્ટ શ્રેણી વિજય બાદ ભારતીય ટીમ પર અભિનંદન વર્ષા ઈ રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની ૪ી અને આકરી ટેસ્ટમાં ભારતનો વિજય ગઈકાલે જ ફાઈનલ ઈ ગયો હતો. ઓસ્ટ્રેલીયાએ ધર્મશાલા ટેસ્ટ જીતવા માટે ભારતને ૧૦૬ રનનો મામુલી લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ભારતે ત્રીજા દિવસની રમતના અંતે વિના વિકેટે ૧૯ રન બનાવી લીધા હતા. આજે ટેસ્ટના ૪ા દિવસે ભારતે ૨૩.૫ ઓવરમાં મુરલી વિજય અને ચેતેશ્ર્વર પુજારાની વિકેટ ગુમાવી ૧૦૬ રન બનાવી લેતા ધર્મશાલા ટેસ્ટમાં ભારતનો ૮ વિકેટે શાનદાર વિજય યો હતો. આ સો ભારતે ૪ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ી વિજય મેળવી લીધો છે. પ્રમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે જોરદાર કમબેક કર્યું હતું. ત્રીજી ટેસ્ટમાં સુકાની વિરાટ કોહલી ઘાયલ તા ભારતીય ટીમને મોટો ફટકો પડયો હતો. વિરાટની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા અંજીકય રહાણેએ ધર્મશાલા ટેસ્ટમાં ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. આજે અંજીકય રહાણેએ માત્ર ૨૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ સીકસરની મદદી અણનમ ૩૮ રન બનાવ્યા હતા. જયારે કે.એલ.રાહુલ ૫૧ રન બનાવી અણનમ રહ્યો હતો. રાહુલે ચાર ટેસ્ટની શ્રેણીમાં ૬ઠ્ઠી અર્ધી સદી ફટકારી છે. ચાર ટેસ્ટમાં બેટીંગ અને બોલીંગ વડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના ધર્મશાલા ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ જાડેજાના ફાળે ગયો હતો. ડીઆરએસ સીસ્ટમ વિરાટ કોહલીની ઈજા અંગે મજાક અંગે સહિતના મુદ્દે ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલીયન ક્રિકેટરોએ જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટની રમતને લાંછન લગાડવામાં કોઈ પાછી પાની કરી ન હતી. છતાં ભારતીય ટીમે મકકમ મનોબળ સો ઘરઆંગણે ઓસ્ટ્રેલીયાને કારમો પરાજય આપ્યો હતો.