બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્વિટરે કહ્યું હતું કે કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ એક્ટ્રેસે કેટલીક વિવાદિત પોસ્ટ કરી હતી. આ અંગે કંગના પર કેસ પણ કરવામાં આવ્યો છે.
વિવાદિત પોસ્ટ બાદ કોલકાતા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ પ.બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં ફરિયાદ કરી છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેલના માધ્યમથી કોલકાતા પોલીસ કમિશ્નર સૌમેન મિત્રાને ફરિયાદ કરી હતી. તેમણે પોતાના મેલમાં કંગનાના પોસ્ટની ત્રણ લિંક્સ પણ શેર કરી હતી. સુમીત ચૌધરીએ આક્ષેપ મૂક્યો છે કે કંગનાએ બંગાળના લોકોનું અપમાન કર્યું છે.
પં. બંગાળની ચૂંટણી બાદ કંગનાએ એક પોસ્ટમાં કહ્યું હતું, ’પ.બંગાળમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે હિંદુ ત્યાં બહુમતીમાં નથી. ડેટા પ્રમાણે, બંગાળી મુસ્લિમ ઘણાં જ ગરીબ તથા વંચિત છે. સારું છે કે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.