પપમાં સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે સંબોધન કરતા વિકાસ કમિશનર
દેશના તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ એશિયાના પ્રથમ એવા કંડલા મુક્ત વ્યાપાર ક્ષેત્રનો પાયો નાખ્યો તેને ૫૪ વર્ષ પૂર્ણ થયાં છે. આજે ૫૫મા સ્થાપનાદિને કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રએ નાણાકીય વર્ષમાં ૪૮ ટકા જેટલી નિકાસવૃદ્ધિ નોંધાવી છે અને હવે આ કાસેઝ નિકાસની સાથેસાથે રોજગારી નિર્માણનું પણ લક્ષ્ય રાખશે તેવી જાહેરાત કરાઈ હતી.
કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રની જે સમયે સ્થાપના થઈ ત્યારે વર્ષ ૧૯૬૬-૬૭માં માત્ર રૂા. ૭ લાખની નિકાસ નોંધાવનારા આ ઝોનમાં વર્ષ ૨૦૧૭-૧૮ના અંતે ૪૮૪૬ કરોડની નિકાસ નોંધાવી હતી. અંતમાં આંકડો ૬૫૦૩.૯૬ કરોડે આંબ્યો હતો. જે ગત નાણાકીય વર્ષની તુલનાએ ૪૮ ટકા વધુ છે સ્થાપનાદિન ઉજવણીના યોજાયેલા કાર્યક્રમમાં વિકાસ કમિશનરે કહ્યું હતું કે,ઝોન પ્રશાસન ઉદ્યોગકારો માટે જ છે. આ સંજોગોમાં ઉદ્યોગકારો પણ ઝોનના લક્ષ્યાંકને આંબવા મદદરૂપ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી. પ્રશાસન નિકાસની સાથેસાથે રોજગારી નિર્માણ માટે પ્રોત્સાહન આપવા આવતા વર્ષે નિકાસ એવોર્ડ ઉપરાંત રોજગારી નિર્માણ એવોર્ડ પણ શરૂ કરશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ એવોર્ડ મેળવનારા કાસેઝના ઉદ્યોગકારોને અભિનંદન આપી કાસેઝની વધુને વધુ પ્રગતિની કામના કરી હતી કંડલા-મુંદરાના પ્રિન્સિપાલ કસ્ટમ કમિશનર સંજયકુમાર અગ્રવાલે કહ્યું હતું કે કંડલા અને મુંદરા બે મહાબંદરો વચ્ચે આવેલાં આ ઝોનનું મહત્ત્વ વિશેષ છે.
નાણાકીય વર્ષ દરમ્યાન નિકાસ સહિતનાં વિવિધ ક્ષેત્ર પ્રદાન કરનારા ૧૧ ઉદ્યોગકારોને નિકાસ એવોર્ડ અર્પણ કરાયા હતા.