કંડલા પોર્ટના રેસીડન્ટ વિસ્તાર એવા ગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો આ બાબતે ચેરમેન અને કચ્છના સાંસદ ને રજૂઆત કરી અને મળતી વધુ વિગતો અનુસાર ગોપાલપુરી ટાઉનશીપમાં અંદાજે ૧૦૦૦ જેટલા પરીવારો વસવાટ કરી રહ્યા છે  ગોપાલપુરી હોસ્પિટલમાં ડીપીટીના વર્તમાન કર્મચારીઓપેન્શનર્સ સાથે તેમના પરિવારજનો, કસ્ટમ, સીઆઈએસએફ સહિતના નાની મોટી બીમારીઓની સારવાર લે છે.

ઉપરાંત કોલોનીમાં આઈએએસ, આઈએફએસ, આઈઆરએસ, આઈપીએસ, મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય, કસ્ટમ કમિશનર સહિતના અગ્રણીઓ રહે છે, જેથી રહેણાક વિસ્તારમાં હોવા ઉપરાંત શહેરના મહત્વપુર્ણ લોકો પણ પ્રભાવિત થઈ શકે છે. આ સાથે ગોપાલપુરી નહિ, પરંતુ કંડલામાં આવેલી હોસ્પીટલને કોવિડ ૧૯ સ્પેશ્યલ હોસ્પીટલ બનાવી શકાય તેમ હોવાનો સુર પણ વ્યક્ત કર્યો હતો.

આ હોસ્પિટલને જો કોવિદ કેર બનાવામાં આવશે તો અહી કેસો સારવાર તો થતા થશે પરંતુ તેની સામે વકરવાની સ્થિતી ઉભી થવા પામી જશે અને આ જાહેરાત માત્રથી જ અહીના રહેવાસીઓમાં પણ છુપો ભય ફેલાઈ જવાની સ્થીતી ઉભી થવા પામી ગઈ છે . કંડલામાં આ વ્યવસ્થા માટે ફંડ ફાળવાઈ ગયુ પછી એવા કયા કારણો બન્યા છે કે , ગોપાલપુરી જેવા રહેણાક વિસ્તારમાં આ હોસ્પિટલ કોવિદ કેર બનાવવાનું નકકી કરી લેવામા આવ્યુ છે.

આ અંગે કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયન દ્વારા પણ ડીપીટી પ્રસાસન , વહીવટીતંત્ર અને કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ લેખિતમાં જાણ કરાઈ છે અને આ પ્રકારના નિર્ણયની ફેરવિચારણા કરવા વિનંતી કરી તેવુ સંગઠનના એલ સત્યનારાયણ દ્વારા જણાવાયુ છે આ કામગીરી બદલ જોડાયેલા લોકો પ્રમુખ એલ સત્યનારાયણ ટ્રસ્ટી, સેક્રેટરી, મુકેશ વસુભાઇ, મહેશ અંખાણી, ઉપ પ્રમુખ જીવરાજ ભાંભી, અલીમામદ ચાવડા, જગદીશભાઇ ગઢવી હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.