યુએઈથી ખાનગી જહાજમાં લાવવામાં આવેલ ૨૬ કરોડથી વધુનાં જથ્થાના સેમ્પલ લેવાયા બાદ ડીઆરઆઈની કાર્યવાહી.
યુએઈથી ભારતમાં પ્રતિબંધિત હાઈસ્પીડ ડિઝલનો જથ્થો દાણચોરીથી ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ કરી ડીઆરઆઈએ રૂપિયા ૨૬ કરોડથી વધુ કિંમતનો ડિઝલનો જથ્થો જપ્ત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ડીઆરઆઈએ બાતમીને આધારે કંડલા પોર્ટ પરથી બેઝ ઓઈલ એસ.એન.૫૦નાં નામે યુએઈથી મંગાવવામાં આવેલ. ૫,૫૨૧,૩૯૭ મેટ્રીક ટન હાઈસ્પીડ ડીઝલનો જથ્થો જપ્ત કરી સરકારની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલતા અલ હિરા નામના જહાજમાં મંગાવાયેલ આ જથ્થો હાઈસ્પીડ ડીઝલ નો જ હોવાનું સ્પષ્ટ બનતા અંદાજે રૂ.૨૬,૪૦,૪૨,૫૬૫ કરોડની કિંમતનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાઈસ્પીડ ડિઝલ પ્રતિબંધિત વસ્તુ છે. વિદેશ વ્યાપાર નીતિ હેઠળ માત્ર ઈન્ડીયન ઓઈલ, ભારત પેટ્રોલીયમ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને આઈસીપી જેવી કંપનીઓને જ ડિઝલ આયાતની મંજુરી આપવામાં આવી છે. કોઈપણ ખાનગી વ્યકિત ડિઝલ આયાત કરી શકતું ન હોવાના અલ હિરા જહાજમાં ૧૦ વિશાળ ટેન્કોમાં બેઝ ઓઈલ એસ.એન.૫૦નાં નામે દાણચોરીથી આ જથ્થો દેશમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું ફલિત થતા ડીઆરઆઈ દ્વારા ૨૬ કરોડથી વધુનો ડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુમાં અલ હિરા નામના જહાજમાં આયાત થયેલ હાઈસ્પીડ ડિઝલને બેઝ ઓઈલ એસ.એન.૫૦ દર્શાવી આયાતકારો દ્વારા ૬.૪૬ કરોડ ડયુટી ચુકવવા પાત્ર જણાવી હતી. હકિકતમાં રૂ.૧૧ કરોડની ડયુટી વસુલ કરવાની થતી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com