દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ખાલી થવા આવેલું ડીઝલ ભરેલું ઓઈલ ટૅન્કર જહાજ ઓટીબીમાં પોતાની રાહમાં લાંગરેલું હતું ત્યારે તેમાં એકાએક આગ લાગી હતી. આગ એન્જિન રૂમમાંથી થઈ વેસલ પર ફરી વળી હતી. ડીપીટી અને મરીન વિભાગ દ્વારા 10થી વધુ ખાનગી, સરકારી ટગની મદદથી આગ બુઝાવવા માટે પ્રયાસ શરૂ કરાયા હતા જે મોડી રાત્રે કારગાર સાબિત થયા હતા અને આગ કાબૂમાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે વેસલ પર 26 લોકો સવાર હતા, જે તમામને બહાર લાવી ચૂકાયા છે, જેમાંથી બે આંશિક રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા પૈકી એક મેનલીન ફર્નાન્ડો નામના ક્રૂ મેમ્બરનું સારવાર દરમિયાન મોત થયું હતું. વેસલમાં 30 હજાર એમટી ડીઝલ ભરેલું છે અને મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
કંડલા બંદરે ઓઇલ જહાજમાં ભયંકર આગ
Previous Article૨૫ વર્ષમાં તૈયાર કરાઇ ભારતમાં સોનાની અયોધ્યા……
Next Article ‘પદ્માવત’ ફિલ્મને લીલીઝંડી, સમગ્ર દેશમાં રીલીઝ થશે