કુતિયાણા બેઠક માટે એનસીપીએ ટિકીટ ન આપતા કાંધલે પક્ષ સાથે છેડો ફાડયો
પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી છેલ્લી બે ટર્મથી એનસીપીના પ્રતિક પરથી ધારાસભ્ય પદે ચુંટાતા કદાવર મેર નેતા કાંધલ જાડેજાએ આજે સવારે એનસીપી માંથી રાજીનામું આપી દીધું છે. આગામી દિવસોમાં તેઓ કાર્યકરો અને સમર્થકો સાથે નવી વ્યહુ રચના ઘડી કાઢશે.કાંધલી જાડેજા વિધાનસભાની છેલ્લી બે ચુંટણીમાં એન.સી.પી. ના ઉમેદવાર તરીકે પોરબંદર જિલ્લાની કુતીયાણા બેઠક પરથી ધારાસભ્ય પદે ચુંટાય રહ્યા છે. આ વખતે કોંગ્રેસ અને એનસીપી ગંઠબંઠન થયું છે.
તેમાં ત્રણ બેઠકો એનસીપીના ફાળે આવી છે. જેમાં કુતીયાણા બેઠકનો સમાવેશ થતો નથી કોંગ્રેસે કુતિયાણા બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે નાથાભાઇ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. કુતિયાણા બેઠક પરથી એનસીપી કાંધલ જાડેજાને મેન્ડેટ નહી આપે તો જાહેર કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજે સવારે કાંધલ જાડેજા એ એનસીપી સાથે છેડો ફાડી નાખ્યો છે. રાષ્ટ્રપતિની ચુંટણીમાં કાંધલે એનસીપીની વ્હીપ વિરુઘ્ધ મતદાન કર્યુ હોવાના કારણે તેઓને પક્ષ દ્વારા ફરી ટિકીટ આપવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ ઉમેદવારી ફોર્મ ભરી દીધી છું. બીટીપી દ્વારા તેમને મેન્ડેટ આપવામાં આવે તેવી શકયતા પણ જણાય રહી છે. જો આવું નહીં થાય તો કાંધલ જાડેજા અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડશે.