યુવરાણીનાં બાળપણી લાગણીનાં તાંતણે બંધાયેલી ઢીંગલીની વાજતે, ગાજતે ધામધુમપૂર્વક રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં કરાઈ પધરામણી: રાજઘરાનાની ઢીંગલી મ્યુઝિયમની શોભામાં ચાર ચાંદ લગાડશે
રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં રાજવંશના યુવરાણી કાદમ્બરીદેવીના બાળપણની સખી એવી ખાસ ઢીંગલીની પધરામણી વાજતે-ગાજતે ધુમધામી ઈ હતી. ઢીંગલીની પધરામણી પ્રસંગે મહિલાઓ દ્વારા તલવાર ડાન્સ સહિત અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે બ્હોળા પ્રમાણમાં લોકોની ઉપસ્તિ રહી હતી.
યુવરાણી કાદમ્બરીદેવીનું પિયર મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું જામનિયા છે. તેમના માતા જામનિયાના રાણી કનકકુમારીએ તેમના ૧૧માં જન્મદિવસે (૧૯૭૯)માં આ અલૌકિક ઢીંગલીની ભેટ આપી હતી. ‘બેબીરાની કી ગુડીયા’ નામી લોકપ્રિય બનેલી આ ઢીંગલી યુવરાણીનાં બાળપણી લઈ આજ સુધી લાગણીના તાંતણે બંધાયેલી છે. આ ઢીંગલી હવે રોટરી ડોલ્સ મ્યુઝીયમની શાન બની છે. યુવરાણી કાદમ્બરીદેવી જાડેજાએ જણાવ્યું હતું કે, નાના બાળકોની જે ડોલ હોય તેવી જ મારી ડોલ છે. હું નાની હતી ત્યારે મારા જન્મ દિવસમાં મારા મમ્મીએ જાને આપી હતી અને મારા ઘરે મેં તેના માટે એક આખું ઘર ગોઠવ્યું હતું. એમ બધી બહેનપણી સો મળી રોજ અલગ-અલગ શ્રૃંગાર કરતા અને તેની સો રમતાં હતા.
બાળકોમાં ડોલ્સ સો રમવાનું કલ્ચર છે તે ખોવાય ગયું છે. તો મને ખુશી છે કે હું જયારે ૧૧ વર્ષની હતી ત્યારે મને આ ડોલ મળી હતી અને હું સાસરે આવી ત્યારે આજે પણ મે તેને સો જ રાખી છે. તેની જગ્યા જે મારા ડ્રેસિંગ ટેબલમાં હતી તે હવે ખાલી ઈ ગઈ છે તે મને યાદ તો આવશે પણ હું તેને અહિં ડોલ્સ મ્યુઝિયમમાં આવી જોઈ શકું છું.
રોટરી ડોલ્સ મ્યુઝિયમનાં મીનાક્ષી અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે રાજકોટ માટે એક અનેરો દિવસ છે આ રોટરી ડોલ્સ મ્યુઝિયમ છેલ્લા ૧૨ વર્ષી રાજકોટમાં છે ત્યારે આજે નવું નજરાણું ઉભરાણું છે. તેના માટે અમે રોયલ પેલેસના હંમેશા આભારી રહેશું. અમારી પાસે ૯૦૦ી વધુ ઢીંગલીઓ છે અને રાજઘરાનાની ઢીંગરલી આવી છે જેી અમે ગર્વ અનુભવીએ છીએ.