નેશનલ-ઇન્ટરનેશનલ કલાકારો લાઇવ સંગીત સંઘ્યાની જમાવટ કરશે
રાષ્ટ્રીય સેવા યોજના કણસાગરા કોલેજ દ્વારા સતત સાત દિવસ સુધી ચાલતા ઓનલાઇન શહીદ સ્મૃતિ વંદના કાર્યક્રમ દ્વારા સમાપ્તિ થશે. ર૦ જાન્યુ.એ જય વસાવડા, ભદ્રાયુ છચ્છરાજાની, કૌશિક મહેતા અને કર્નલ જયદેવ દોશીના ધારદાર વકતત્વ નો ૭૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. તા. ર૧ થી રપ દરમ્યાન આયોજીત સ્ટેટ લેવલની વિવિધ સ્પર્ધાઓ દેશભકિત ગીત, દેશભકિત ડાન્સ, વકતૃત્વ, નિબંધ સૂત્રલેખન સ્પર્ધામાં ૪૦૦ થી વધુ સ્૫ર્ધકોએ ભાગ લીધો હતો. ૭૨માં પ્રજાસત્તાક દિન નીમીતે સમગ્ર કાર્યક્રમના હાર્દ સમાજ જરા યાદ કરો કુરબાની સંગીત સંઘ્યા થશે.
સમગ્ર કાર્યક્રમના આયોજક એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી, પ્રિ. ડો. આર.આર. કાલરીયા અને કો. ઓર્ડીનેટર નિધિ ગાંધીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ છે કે કાલે ૨૬મી જાન્યુઆરી સાથે ડો. ગોસ્વામી જણાવે છે કે આ કાર્યકમમાં દેશભકિતના એક એકથી ચડીયાતા ગીતો, દેશ ભકિત ડાન્સ, સ્વીચ પ્રસ્તુત થશે જે ઘર બેઠા રાષ્ટ્રભકિતના રંગમાં રંગી દર્શકોમાં રાષ્ટ્રપ્રેમ અને રોમાંશ જગાવશે.
ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ લલીતાબેન ઘોડાદ્રા અને જયદેવ ગોસાઇ સહીત નિલેશ પંડયા, પ્રિત ગોસ્વામી અને કુણાલ ગોસ્વામી, રાજીવ શ્રીમાળી, અનવર હાજી (વોઇસ ઓફ રફી) દુષ્યંત આશર, ઘનશ્યામ ઝીબ્રા, મયુર બુઘ્ધદેવ દેશભકિત ગીતો પ્રસ્તુત કરશે. ભારત મારો દેશ છે પિકચરમાં નેશનલ એવોર્ડ મેળવનાર અંકુર ભટ્ટ અને હિરેન પીઠડીયા રાજીવ શ્રીમાળી સાથે સંગીત આપશે. આઉપરાંત કણસાગરા કોલેજની વિઘાર્થીની હિમાની માંડવીયા (ડાન્સ), સારા ભારમલ, વિધિ બગથરીયા (નાટક), નેહલ નાટુ (સ્પીચ) રજુ કરશે. કાર્યક્રમના પ્રારંભે સુવા મોટીવેશનલ સ્પીકર કિન્નરીબા જાડેજા દેશભકિતનો સંદેશ આપવી સ્પીચ પ્રસ્તુત કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. યશવંત ગોસ્વામી કરશે. આ કાર્યક્રમ દર્શકો ટી.જી.ઇ.એ.સ કોલેજ, યુ ટયુબ ચેનલ ઉપરાંત ‘અબતક’ ચેનલ, યુ ટયુબ ચેનલ અને અબતક ફેસબુક યેઝ પરથી લાઇવ પ્રસ્તુત થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ. વોલંટીયર્સ સતત જહેમત ઉઠાવી રહ્યા છે.