ગુજરાત રાજ્યમા કેનાલ નિકળતા ખેડુતોને મહદ અંશે ફાયદો થયો છે પરંતુ સામે કેટલાક વાડી વિસ્તારમા રહેતા મજુર લોકોને જીવનુ જોખમ પણ વધી ગયુ છે આ કેનાલો ખુલ્લી હોવાને લીધે અનેક વખત અહિ માલધારીઓના પશુઓ કેનાલમા પડી જાય છે જેના લીધે મોટુ નુકશાન પણ સહન કરવુ પડે છે. ત્યારે અનેક વખત કેનાલમા મહિલાઓ પાણી ભરવા જતા અથવા કપડા ધોવા જતા પગ લપસતા કેનાલમા પડી જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામ પાસે આવેલી નમઁદા કેનાલમા આશરે મહિને એક વ્યક્તિનો ભોગ લેવાય છે જ્યારે વધુ એક મહિલાએ પણ પોતાનો જીવ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.
જેમા સીતાપુર પાસે નિકળતી કેનાલમા અહિ ખેતરમા મજુરી કામ કરતા શકુબેન છનાભાઇ કોળી પટેલ રહે:- સુરજગઢ તા:- વિરમગામવાળા 50 વષીઁય મહિલા સોમવારે કપડા ધોવા માટે કેનાલ પાસે ગયેલ જ્યા એકાએક પોતાનો પગ લપસી જતા કેનાલમા પડી ગયા હતા જોકે આજુ-બાજુમા રાહદારીઓને તુરંત આ બાબતની જાણ થઇ હતી પરંતુ કેનાલમા પાણીનુ તાણ વધુ હોવાથી પલભરમા આઘેડ મહિલા અદ્રશ્ય થયા હતા બાદમા તુરંત ફાયર ફાઇટર તથા તરવૈયાને બોલાવી તેઓની મદદ લીધા છતા પણ 48 કલાકે આધેડ મહિલાની લાશ મળી હતી. ત્યારે હાલ પોલીસે એ.ડી દાખલ કરી મહિલાના પીએમબાદ તેઓના પરીવારજનોને લાશ સોપી વધુ તપાસ હાથ ધરી છે.