માખણ નામ આવે એટલે એના સ્વાદ કરતા તેમાં રહેલી કેલેરી અને ફેટ વિશે જ પહેલો વિચાર આવે અને ભાવતું હોવા છતા માખણથી દૂર ભાગીએ છીએ પરંતુ આના સિવાય પણ માખણમાં રહેલાં છે અનેક ગુણ જે આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જરુરી છે વર્તમાન સમયમાં તો એવી લાઇફ સ્ટાઇલ થઇ ચુંકી છે કે માખણ જેવી વસ્તુનો તો સાવ ઓછો ઉપયોગ થાય છે. તેવું થવાનું કારણ પણ એ છે કે તેનાથી થતા ફાયદા વિશેનું ઓછુ જ્ઞાન હોવું માખણ માત્ર સ્વાદ સારો બનાવવા માટે જ શાકમાં નથી ઉમરાતુ. પરંતુ શરીરની પૌષ્ટિકતા વધારવા માટે પણ માખણ ઘણું જરુરી છે તો આવો જાણી તેના ફાયદા….. શાકમાં બીમારી લડવા માટેના એન્ટીઓક્સિડેન્ટસ તો હોય છે પરંતુ તેને જલ્દી શોષવામાં માખણ ઘણી મદદ કરે છે માખણમાં લોરિક એસિડ હોય છે જે ફંગલ ઇન્ફેક્શન સામે લડે છે, માખણ ખાવાથી જરુરી વિટામિન જેવા કે વિટામીન એ,ડી, આઇ, કે જે સહેલાઇથી શરીરને મળી રહે છે. માખણથી શરીરને કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયોડીન મળે છે. આ ઉપરાંત સેક્સ માટે જરુરી એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, અને ટેસ્ટોસ્ટેરોન પણ માખણમાંથી મળી રહે છે એ સિવાય માખણમાં એરેસિડોનિક એસિડ પણ હોય છે જે મગજને સરખુ કાર્યરત રાખવામાં મદદરુપ થાય છે.
કાનાને માખણ ભાવે રે…..!
Previous Articleહાયલા ! આપણા હીરોલોગને માથા પર વાળ જ નથી
Next Article બાળકોના કૌશલ્યને ખિલવવા પુજા હોબી સેન્ટરનો પ્રયાસ