જાન્યુઆરી માસમાં લગ્નના પાંચ મૂહૂર્તો
અબતક,રાજકોટ
આગામી 14 જાન્યુઅરીના દિવસથી કમુહૂર્તા ઉતરશે અને લગ્નના મૂહૂર્તની શરૂઆત થશે આગામી શુક્રવારે બપોરે 2.30 કલાકે સૂર્ય મકરરાશીમાં પ્રવેશતાની સાથે કમુહૂર્તા પૂરા થશે અને લગ્નના મૂહૂર્તોની શરૂઆત થશે.આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 20,22,23,24 અને 26 એમ પાંચ લગ્નના મૂહૂર્તો છે. જયારે ફેબ્રૂઆરી મહિનામાં તા.5,6,7,10,16 અને 17 એમ છ લગ્નના મૂહૂર્તો છે. અને તા.5 ફેબ્રૂઆરીના દિવસે વસંત પંચમીનાદિવસે પણ લગ્નનુ મૂહૂર્ત છે. તા.21 ફેબૂઆરીને સામેવારથક્ષ તા.22 માર્ચ સુધી ગુરૂગ્રહનોઅસ્ત છે.આથી લગ્ન નો થાય તથા 9 માર્ચ થી 17 માર્ચ સુધી હોળાષ્ટક છે. આમા પણ લગ્ન નો થાય 14 માર્ચથી 14 એપ્રીલ સુધી મીનારક કમુહર્તા છે.આથી ત્યારબાદ ફરીથી લગ્નના મૂહૂર્તોની શરૂઆત થશે. આમ જાન્યુઆરી અને ફેબ્રૂઆરા મહિનાના ગણીને માત્ર 11 જ લગ્નના મૂહૂર્તો છે.ઉનાળામાં એપ્રીલ મહિનામાં 15,16,17, 19,21,22,2 4,25 મે મહિનામાં તા. 4, 5, 9, 10, 11, 12, 13, 14, 16, 20, 21,25, 26, 27, જૂન મહિનામાં તા.1, 6, 8, 11,12,13,16,23,24, જુલાઈ મહિનામા તા.3,4, 5, 6, 7, 8, 9 અને અખાત્રીજનું વણ જોયું મુહુર્ત તા.3.5.22નું છે.
આ વર્ષે શિયાળા કરતા ઉનાળામાં લગ્નના વધારે મૂહૂતો છે. શિયાળામાં લગ્નના માત્ર 11 મૂહૂર્તો જ છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે.