ફાર્માસ્યુટિકલ, એગ્રો-કેમિકલ અને ફાઇન કેમિકલ્સ ક્ષેત્રો માટે પ્રારંભિક સામગ્રી અને વચગાળાના પદાર્થાઓનું કસ્ટમ ઉત્પાદન કરતી અને સ્પેશિયાલ્ટી પેસ્ટ પીવીસી રેસિન પર કેન્દ્રિત ભારતમાં સ્પેશિયાલ્ટી કેમિકલ્સ ઉત્પાદક કેમપ્લાસ્ટ સન્માન લિમિટેડ (સીએસએલ કે કંપની)નો આઇપીઓ (ઓફર) 10 ઓગસ્ટે ખુલશે.
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂા.530થી રૂા.541 નક્કી થઈ છે. બિડ લઘુતમ 27 ઇક્વિટી શેર માટે અને પછી 27 ઇક્વિટી શેર માટે થઈ શકશે. ઓફરમાં કેમપ્લાસ્ટ સન્માર લિમિટેડના રૂા.38,500 મિલિયનના ઇક્વિટી શેર (ઇક્વિટી શેર્સ)ની ઓફર (ઓફર) સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂા.5 છે. ઓફરમાં કંપનીના રૂા.13,000 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને સન્માન હોલ્ડિંગ્સ લિમિટેડ (એસએચએલ અથવા પ્રમોટર વિક્રેતા શેરધારક) દ્વારા રૂા.24,634.40 મિલિયન અને સન્માર એન્જિનીયરિંગ સર્વિસીસ લિમિટેડ (એસઇએસએલ અથવા પ્રમોટર ગ્રૂપ વિક્રેતા શેરધારક) દ્વારા 865.60 મિલિયનના શેર સામેલ છે.
ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો જીસીબીઆરએલએમ અને બીઆરએલએમ સાથે ચર્ચા-વિચારણા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો વિવેકને આધારે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન). એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો મહત્તમ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે (એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ) પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધિન છે.
ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો એન્કર રોકાણકારો સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબીને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આ માટે કરશે (1) કંપની દ્વારા ઇશ્યૂ થયેલા એનસીડીના વહેલા રિડેમ્પ્શન, સંપૂર્ણપણે (એનસીડી રિડેમ્પ્શન) અને (2) સાધારણ કોર્પોરેટ કામગીરી માટે.
ઓફરના ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ એન્ડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ક્રેડિટ સૂસી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ, બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને એચડીએફસી બેંક લિમિટેડ. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે.