ઉગતા સુરજને જ બધા પુજે છે… ભાઇ
મ્યુનિ. કમિશનરનો ચાર્જ અનિલ ધામેલીયા પાસે છતાં નિમંત્રક તરીકે આનંદ પટેલનું નામ
ઉગતા સુરજની સૌ કોઇ પુજા કરે છે આથમતા સૂર્ય સામે કોઇ નજર પણ મીલાવતું નથી આ પંકિત વધુ એક વાર પુરવાર થઇ છે. શહેર ભાજપ પ્રમુખપદ છોડતાની સાથે જ કમલેશ મીરાણી હવે કટ મુજબ વેતરાય રહ્યા છે. કોર્પોરેશનના નિમંત્રણ વેતરાય રહ્યા છે. કોર્પોરેશનના નિમંત્રણ કાર્ડમાંથી હવે કમલેશ મિરાણીના નામની બાદબાકી કરી દેવામાં આવી છે. કાર્ડમાંથી હવે કમલેશ મિરાણીના નામની બાદબાદી કરી દેવામાં આવી છે. કાર્ડમાં નવા પ્રમુખ મુકેશ દોશીની એન્ટી થઇ છે.
શિસ્તની દુહાઇ દેતી ભારતીય જનતા પાર્ટીમાં હમેશા હોદાને જ માન અપાતું હોય તેવું લાગી રહ્યું છે. હોદા પરથી ઉતર્યા બાદ સંગઠનને મજબુત કરવા કાળી મજુરી કરનારનો યોગ્ય કદર કરવામાં આવતી નથી. શહેર ભાજપ પ્રમુખપદે કમલેશ મીરાણીના સ્થાને મુકેશભાઇ દોશીની નિમણુંક કરવામાં આવી છે. અત્યાર સુધી કોર્પોરેશનમાં પક્ષ તરફથી સંકલન કર્તાની જવાબદારી સંભાળનાર કમલેશભાઇ મિરાણીને હવે કોર્પોરેશનના કોઇ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન મળશે કે કેમ? તેની સામે પણ સવાલો ઉભા થવા લાગ્યા છે. પ્રમુખપદ છોડવાને ચોથા દિવસે જ કમલેશ મીરાણીનું નામ કોર્પોરેશનના નિમંત્રણ કાર્ડમાંથી નીકળી ગયું છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આવતીકાલે વિધાનસભા દક્ષિણ વિસ્તારના નાગરીકો માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના તથા પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંછે. આ કાર્યક્રમ માટે છપાવવામાં આવેલા નિમંત્રણ કાર્ડમાંથી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના નામની બાદબાકી કરી દેવામાં આવી છે. નવનિયુકત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇમાં આવ્યું છે. હજી તો ચાર દિવસ પહેલા કોર્પોરેશનના નાનામાં નાના નિર્ણય માટે જેને પુછીને નિર્ણય લેવામાં આવતા હતા તેવા કમલેશભાઇ મિરાણીને હવે કોર્પોરેશનના કોઇ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થવા માંડયા છે.
હાલ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ મસુરી ખાતે ટ્રેનીંગમાં ગયા છે. 16 જુન સુધી કમિશ્નર તરીકેનો ચાર્જ ડીએમસી અનિલ ધામેલીયા પાસે છે છતાં ઇ. નિમંત્રણ કાર્ડમાં નિમંત્રક તરીકે હજી આનંદ પટેલના નામનો જ ઉલ્લેખ છે જે પ્રોટોકોલના ભંગ સમાન ગણી શકાય.
ભાજપના કાર્યકરો પક્ષના તમામ નિર્ણયોને શિરોમાન્ય ગણી તેનો સ્વીકાર કરી લેતા હોય છે. પરંતુ પદાધિકારીઓ જાણે પક્ષના જુના હોદેદારો કે કર્તાહર્તાનુ પુરૂ સન્માન આપવામાં ઉણા ઉતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.