દરરોજ ૧૦૦૦થી વધુ લોકો માટે જમવાનું બનાવી રૂબરૂ જઈ પીરસવામાં આવે છે
મોટામવા ગામના સરપંચ વિજયભાઈ કોરાટ દ્વારા ભોજન સેવાયજ્ઞની મુલાકાત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા પૂર્વ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે લીધી હતી. મોટામવા ગામે વિજયભાઈ કોરાટ દ્વારા દરરોજ હજારથી વધારે માણસોને જમવાનું પહોંચાડવાના ભગીરથ સેવાકાર્ય સ્થળે રૂબરૂ જાત અવલોકન કરતા પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજન જોઈ ખુબ જ વખાણ કરેલ છે ભોજન બનાવવા બાબતે જાણકારી મેળવતા ગ્રામ આગેવાન બહેનો દ્વારા જાતે રોટલી બનાવવામાં આવે છે તથા ગ્રામ્ય આગેવાન ભાઈઓ દ્વારા જાત મહેનતથી ભાત ખીચડી તથા શાક બનાવવામાં આવે છે ગ્રામ પંચાયત ઉપસરપંચ પરેશભાઈ મેઘાણી તથા ભરતભાઈ શિંગાળા તથા મોહનભાઈ મેઘાણી તથા તેમની ટીમ દ્વારા જાત મહેનતથી કાચા માલ થી ભોજન તૈયાર થાય ત્યાં સુધી ખડે પગે રહી આવું આરોગ્યપ્રદ ભોજન તૈયાર કરવા બદલ મહાનુભાવો દ્વારા ગ્રામજનોના આવા સેવા કાર્યને બિરદાવી તેમના હોંસલા ને બુલંદ કરેલ છે.
આ ઉપરાંત પણ ભોજન સેવાયજ્ઞ સ્થળે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્વારા અગાઉ મુલાકાત લઈ આવા સેવા કાર્યને બિરદાવી ખૂબ જ સરાહના કરેલ છે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ પણ આ સેવાયજ્ઞ મુલાકાત લીધી હતી. પુર્વ ધારાસભ્યે ગ્રામ આગેવાન મહિલાઓ હંસાબેન તથા જિલ્લા પંચાયત સદસ્ય સોનલબેન તથા તેમની ટીમ સાથે જાતે રોટલી વણી આ સેવા કાર્યમાં સહભાગી થયેલ અને આ જાંબાજ મહિલાઓના કાર્યને નિ:સ્વાર્થ સેવાની મીશાલ ગણાવી બિરદાવેલ છે.
રાજકોટ મહા નગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય હાલે કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હોય રૂબરૂ નહિ આવી શકતા સમગ્ર સેવાયજ્ઞની ટેલિફોનિક જાણકારી મેળવી હજારથી વધુ જરૂરતમંદ વ્યક્તિઓને વિજયભાઈ કોરાટ દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. તે ખરેખર સંવેદનાસભર સેવાયજ્ઞ હોવાનું અને વિજયભાઈ તથા તેમની ટીમને અને ગ્રામજનોને બિરદાવેલ છે તેવુ ગ્રામ પંચાયત મોટામવાની યાદીમાં જણાવેલ છે.