વિજયાદશમી એટલે કે અજ્ઞાનરૂપી અંધકા૨ અને સ્વભાવિક વિકારો, કામ, ક્રોધ, મદ અને લોભ, મોહ પ૨ વિજય પ્રાપ્ત ક૨વાની પ્રે૨ણા આપે છે
શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે શહેરીજનોને શક્તિની ઉપાસના ના પર્વ વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વિજયાદશમી એટલે કે દશેરા એટલે દેવીના વિજયનો તહેવા૨. શ્રીરામની રાવણ પ૨ અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પ૨ વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પ૨ ધર્મના વિજયના તહેવા૨ના રૂપમાં ઉજવીએ છીએ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ અલગ-અલગ રીતે કરે છે, દુર્જન વ્યક્તિ ધન નો ઉપયોગ અહંકા૨ના દેખાવમાં અને બળનો ઉપયોગ બીજાને નુક્સાન પહોચાડવા માટે કરે છે જયારે તેનાથી વિપરીત સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ અને સમાજના વિકાસ માટે કરે છે.આ રીતે શક્તિ માણસમાં કર્મ, ઉત્સાહ અને ઉર્જાનો સંચા૨ કરે છે. તેથી આ દિવસે ભગવાન શ્રીરામની રાવણ પ૨ વિજય, સત્યની અસત્ય પ૨, ધર્મની અધર્મ પ૨ અને ન્યાય ની અન્યાય પ૨ જીત હતી.ત્યારે વિજયાદશમી એટલે કે દશેરાનું આ પર્વ લોકમાનસમાં વિજયનો ભાવ જગાવે છે અને આપણી જ્ઞાન અને વિવેકરૂપી શક્તિઓનુ જાગ૨ણ કરી આપણા અજ્ઞાનરૂપી અંધકા૨ અને સ્વભાવિક વિકારો, કામ, ક્રોધ, મદ અને લોભ, મોહ પ૨ વિજય પ્રાપ્ત ક૨વાની પ્રે૨ણા આપે છે. એમ અંતમાં શહેરીજનોને વિજયાદશમી ની શુભેચ્છા પાઠવતા શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે જણાવ્યું હતું.