કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા કમલનાથે મધ્યપ્રદેશનાં 18માં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ ભોપાલના જંબૂરી મેદાનમાં થયેલા સમારોહમાંકમલનાથને શપથ અપાવ્યા હતા. કમલનાથ રાજ્યના સીએમ બન્યા પછી પહેલો નિર્ણય ખેડૂતોનાધિરાણ માફીનો લેશે.
ત્યાર પછી તેઓ બેરોજગારોને ભથ્થૂ આપવા વિશે ઓફિસરો સાથે ચર્ચાવિચારણાં કરશે. કમલનાથના મંત્રીમંડળની રચના 3-4 દિવસમાંથઈ શકે છે. મધ્યપ્રદેશનાસીએમના શપથ સમારોહમાં વિપક્ષની એકતા જોવા મળી હતી. અહીં રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર 10 વિપક્ષી નેતા હાજર રહ્યાં હતાં.
રાજસ્થાનમાં અશોક ગેહલોતે 22માં મુખ્યમંત્રી તરીકે જ્યારે સચિન પાયલટે ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. શપથ સમારોહમાં કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યાં હતા.તેમજ છત્તીસગઢ: સાંજે 4.30વાગે શપથ સમારોહ યોજાશે.