રૂ.૪૫૦ કરોડના ખર્ચે થનાર ગૌશાળા પ્રોજેકટથી સ્થાનિકોને રોજગારીની તકો પણ મળશે: કમલનાથ
ભારતમાં ગાયોને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે કેટલાક રાજયોમાં સંપૂર્ણપણે ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગાયોના રક્ષણ માટે કેટલાક પાંજરાપોળો ગૌશાળાનું નિર્માણ કરતા હોય છે. તેવી જ રીતે મધ્યપ્રદેશના કમલનાથનો ગૌપ્રેમ જોવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં ચાર જ મહિનામાં ૧૦૦૦થી વધુ ગૌશાળાના નિર્માણની રાજય સરકારે જાહેરાત કરી છે. મંત્રાલયમાં આજરોજ ગૌશાળા પ્રોજેકટ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં રાજયના મુખ્યમંત્રી કમલનાથે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, તેમણે પ્રજાને આપેલ એક વચન આજે નિભાવ્યું છે.
રૂ.૪૫૦ કરોડના ખર્ચે આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. જેનું સંપૂર્ણ સંચાલન રૂરલ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે જે ગ્રામ પંચાયત, ગ્રામ્ય સંસ્થાઓ અને આત્મનિર્ભર સંગઠનો અંતર્ગત પશુ સંરક્ષણ સંસ્થાઓના સહકારથી આ કેમ્પેઈનને વેગ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બેઘર પશુઓને આશરો આપવા ઉપરાંત
આ પ્રોજેકટ સ્થાનિક લોકોની રોજગારીની તકો પણ ઉભી કરશે જે હજાર ગૌશાળાનું નિર્માણ થનાર છે તેનું મેનેજમેન્ટથી લઈ તમામ કાર્યો લોકલ પબ્લિકને સોંપવાથી તેમને પણ કમાવવાની તક મળશે.
કમલનાથે ઉમેર્યું હતું કે, મધ્યપ્રદેશની ૬૧૪ ગૌશાળાનું ખાનગી રીતે સંચાલન કરવામાં આવે છે અને રાજયમાં એક પણ સરકાર સંચાલીત ગૌશાળાઓ નથી. માટે ગૌરક્ષાના હેતુથી પ્રોજેકટ ગૌશાળા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બ્લોક લેવલ કમીટી બાયોગેસ, ગાયોના નીણ, જરૂરી ખોરાક અને વ્યવસ્થા અંગે ધ્યાન આપશે. આ પ્રોજેકટનો ભંડોળ પંચાયત અને મનરેગા યોજના દ્વારા આપવામાં આવશે.