પોલીસ અધિકારીઓને પોતાની વર્દીનો આદર કરવાની પણ કમલનાથની તાકીદ
મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે રાજયના કેટલાક સરકારી કર્મચારીઓ ભાજપ માટે કુણું વલણ રાખી રહ્યાં છે. તેમની પાર્ટી સત્તામાં આવશે તો આ કર્મચારીઓને સામે યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમના હરિફોમાં આગળ ચાલી રહ્યાં તેવા કમલનાથે આરોપ મુકયો હતો કે ઘણા સરકારી અધિકારીઓ ભાજપના પક્ષમાં પક્ષપાત કરી રહ્યાં છે. જેઓએ રાજયમાં ૧૫ વર્ષ સુધી એકતરફી શાસન ચલાવ્યું હતું.
વધુમાં કમલનાથે જણાવ્યું હતું કે, આવા પ્રકારના સરકારી કર્મચારીઓ પાર્ટી બેઈઝને મદદ નથી કરતા પરંતુ ગુપ્ત રીતે તેમના ખિસ્સામાં નાણા ખંખેરે છે. સાથો સાથ તેઓએ પોલીસ અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, તેમણે પોતાની ખાખી વર્દીનું આદર કરવું જોઈએ.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જયારે પોલીસને વર્દી આપવામાં આવે છે ત્યારે તેમની પાસેથી નિષ્ઠાપૂર્ણ કામગીરી અને દેશની રક્ષા અંગેની શપથો લેવડાવવામાં આવે છે પરંતુ કેટલાક પોલીસ કર્મીઓ ભાજપના શાસનમાં પાર્ટીના પ્યાદા બની ગયા છે.
આડકતરી રીતે કમલનાથે જણાવ્યું કે, તેઓ ૨૩૦ વિધાનસભાની બેઠકોના પરિણામો વિશે જાણે છે અને રાજય વિધાનસભાની ચૂંટણી ૨૮મી નવેમ્બરે જે યોજાનાર છે તેમાં ભાજપ છેલ્લા ૧૫ વર્ષથી એક તરફી શાસન ચલાવી રહ્યાં છે. કયાંક કમલનાથે ભાજપને આડકતરા સંકેતો પણ આપ્યા હતા.
કમલનાથે લોકોને અપીલ કરી હતી કે, એમ.પી.ના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને બદલે મતદારોએ અણ યાદવને સહકાર આપવો જોઈએ. જેઓ રાજય પાર્ટીના પૂર્વ પ્રમુખ રહી ચૂકયા છે. સાથો સાથ તેમણે ઉમેર્યું કે, અણ યાદવ ૯ વખત સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ ચૂકયા છે. જેની કામગીરીની નોંધ મતદારોએ લેવી જોઈએ.