ચંદ્રની તસ્વીરોતો આપણે બધા એ જોય હશે, પરંતુ ચંદ્રની સ્પષ્ટ તસ્વીર જોવી કોણે ના ગમે ? પૃથ્વી પરથી ચંદ્રની સ્પષ્ટ તસ્વીર ખેંચવી થોડી અઘરી છે, જયારે આ કામ પુણેમાં રહેતા એક 16 વર્ષના છોકરાએ કર્યું છે.
પુણેમાં 16 વર્ષનો પ્રથમેશ જાજુએ 50 હજાર ચંદ્રની તસ્વીરોને જોડી એક મોટી પેનોરોમાં તસ્વીર બનાવી હતી. મહત્તમ ઝૂમ કરો તો પણ આ તસ્વીરના પિક્સલ ફાટતા નથી, મતલબ ગમે એટલું ઝૂમ કરો તો પણ તસ્વીર સંપૂર્ણ સ્પષ્ટ દેખાય છે. પ્રથમેશની આ તસ્વીર હાલ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે. પ્રથમેશનો દાવો છે કે, પૃથ્વી પર થી ક્લિક થયેલી આ ચંદ્રની સૌથી સ્પષ્ટ તસ્વીર છે.
પ્રથમેશનું કહેવું છે કે, ‘ તેને અલગ-અલગ સોફ્ટવેરનો ઉપીયોગ કરી 38 વિડિઓમાંથી 50 હજાર તસ્વીર ખેંચી છે. તે બધી તસ્વીરોને એક સાથે જોડી આ ભવ્ય તસ્વીર બનાવામાં આવી. આ 38 વિડિઓનો કુલ ડેટા 186 GB નો છે. દરેક વિડિઓમાં 1 થી દોઢ મિનિટમાં 2000થી વધુ ફ્રેમો કેપ્ચર કરવામાં આવી હતી.
પ્રથમેશે આગળ વાત કરતા કહ્યું છે કે, ‘ આ તસ્વીરો 3 મેની રાતના 1 વાગ્યા થી લઈ સવારે 5:30 વાગ્યા સુધી ખેંચવામાં આવી હતી. તેને રેન્ડર કરવામાં અંદાજિત 72 કલાકનો સમય લાગ્યો હતો. પ્રથમેશે પહેલા આ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પ્રથમેશ જાજુ પોતાને કલાપ્રેમી ખગોળશાસ્ત્રી અને એસ્ટ્રોફોટોગ્રાફર કહે છે. તેની આ તસવીર સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં છે.