‘રસિયો રૂપાળો રંગ રેલીયો, ઘેર જાવું ગમતું નથી…’
અમૃત જ્વેલર્સ દ્વારા સોનાની ચેઈન અને વિંટી આપી કમાભાઈને આવકાર્યા
રાજકોટના મહુડી મેઇન રોડ ખાતે આવેલા અમૃત જ્વેલર્સમાં જાણે તહેવાર જેવું વાતાવરણ જોવા મળ્યું હતું જેનું મુખ્ય કારણ એ હતું કે અમૃત જ્વેલર્સ ના માલિક હરેશભાઈ જોગલ દ્વારા કમાભાઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કમાભાઈ ને અહીંયા આમંત્રિત કરવાનું મુખ્ય કારણ એ છે કે અમારા આ કાર્યને જોઈને બીજા લોકોને પણ સેવાકીય કાર્ય કરવા માટે પ્રેરણા મળે.
લોક લાડીલા એવા સૌનાં પ્રિય કમાભાઈનું અમૃત જવલર્સ દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ સેકડોની સંખ્યામાં લોકો કમાભાઈને નિહાળવા તેમજ તેની સાથે સેલ્ફી લેવા માટે ઉલટી પડ્યા હતા આ સાથે કમાભાઈ ને અમૃત જ્વેલર્સ દ્વારા સોનાની ચેન અને વીટી આપીને તેનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. તથા અબ તક સાથે થયેલી વાતચીતમાં કમાભાઈએ એવું જણાવ્યું હતું કે તેમને અમૃત જ્વેલર્સમાં આવીને ખૂબ જ ખુશી મળે તથા આ સાથે તેઓ નવરાત્રીમાં પણ અલગ અલગ જગ્યાએ ખેલૈયાઓને ધૂમ મચાવવા માટે ઉપસ્થિત રહેવાના છે.
ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો, આ પ્રેરણાથી કમાભાઈને કરાયા આમંત્રિત: યોગેશભાઈ જોગલ
અમૃત જ્વેલર્સના માલિક યોગેશભાઈ જોગલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો એવા હેતુ થી તેઓ આ પેઢી ચાલવી રહ્યા છે આ સાથે સૌપ્રથમ તેઓએ કિર્તીભાઈને તેમણે અભિનંદન પાઠવ્યા કે જેમના કારણે આજે કમો આખા ગુજરાતમા પ્રસિદ્ધ થયા અને લોકોનો પ્રેમ કમાભાઈને મળ્યો. વધુમા તેઓએ જણાવ્યું કે તેઓ એક ભાજપના કાર્યકર્તા છે તેઓ લોક સેવામાં માને છે તથા તેમણે કમાને ભગવાન સ્વરૂપ ગણાવ્યા હતા જેથી તેઓ તેમને સોનાની ચેઈન અને વીટી પેહરાવી તેમનો આભાર વ્યક્ત કરવા માગે છે ,જેથી બીજા લોકોને પણ આ કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડી શકે. વઘુમા તેમણે ઉમેર્યું હતું કે કમાભાઇને મળીને તેઓને જે આનંદની અનુભૂતિ થઈ તેવી અત્યાર સુધીમાં ક્યારેય થઈ નથી તથા તેમના આવવાથી તેમનું અમૃત જ્વેલર્સ પાવન થઇ જશે. તથા આ સાથે તેમણે મિડિયા કર્મીઓનો પણ ખૂબ જ આભાર પ્રગટ કર્યો હતો.