જાહેરનામાનો ભંગ કરી કલ્યાણ જવેર્લ્સના ‘લોક’ ખુલ્યા!

સ્ટોક ગણતરી કરવા શો રૂમ ખોલ્યાનો બચાવ: મેનેજરને એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વમાં મહામારીના ભરડામાં ભીસાયુ છે કોરોનાથી બચવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોક ડાઉનનો ભંગ કરી કોઇ પણ જાતની મંજુરી વિના યાજ્ઞિક રોડ પર આવેલા કલ્યાણ જવેલ્સના એકાએક શટર ખુલ્લું જોવા મળતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ કલ્યાણ જવેલસના મેનેજરને પોલીસ મથકે ઉઠાવી ગયા હતા ત્યારે તેઓએ સ્ટોક ગણતરી કરતા હોવાનો બચાવ કર્યો છે

IMG 20200506 WA0045

લોક ડાઉનના બે તબ્બકા પુર્ણ થયા બાદ આગામી તા.૧૭ મે સુધી લોક ડાઉનને લંબાવી ત્રીજો તબ્બકો શરૂ કરાયો છે. સરકાર દ્વારા અલગ અલગ ત્રણ ઝોનમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે તેમા સોનાના શો રૂમનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટને ઓરેન્જ ઝોનમાં આવતું હોવાથી રાજકોટમાં સોનાના શો રૂમને મંજુરી આપી શકયા તેમ ન હોવા છતાં યાજ્ઞિક રોડ પર કલ્યાણ જવેલસ ખુલ્યાનું પોલીસના ધ્યાને આવતા એ ડિવિઝન પી.આઇ. સી.જી.જોષી, પી.એસ.આઇ. વી.એમ.ડોડીયા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને ઇન્દુભા જાડેજા સહિતના સ્ટાફ યાજ્ઞિક રોડ પર કલ્યાણ જવેલ્સ ખાતે દોડી ગયા હતા અને યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટ શેરી નંબર રામાં આવેલા એપાર્ટમેન્ટના ૩૦રા નંબરના ફલેટમાં રહેતા કલ્યાણ જવેલસના મેનેજર જરનીશ નરેન્દ્રભાઇ ઘેડીયાની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

કલ્યાણ જવેલસના મેનેજર જરનીશ ઘેડીયાની પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેઓ પાસે કલ્યાણ જવેલસ ખોલવા અંગેની તંત્રની કોઇ પ્રકારની મંજુરી મેળવી ન હતી પરંતુ સ્ટોક ગણતરી કરવા માટે કલ્યાણ જવેલસના સંચાલકોના કહેવાથી ખોલવામાં આવ્યાનો બચાવ કર્યો છે. આમ છતાં પોલીસ દ્વારા મેનેજર જરનીશને પોલીસ મથકે લાવી ખોલવા પાછળનું રહસ્ય જાણવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.