મંગેતર ગમતા ન હોવાથી ઘરનો ત્યાગ કરનાર બે બહેનોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
દ્વારકા જીલ્લામાં સ્ત્રી અત્યાચાર અને મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે જીલ્લા પોલીસ વડા નીતેશ પંડયાની સુચના આધારે સી ટીમ કાર્યરત છે. ત્યારે કલ્યાણપુર પોલીસ મથકના સી ટીમે બે બનાવોમાં ત્વરીત કાર્યવાહી કરી માનવ જિંદગી બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ પત્નિ સાથે અણબનાવ બાદ મરવાનું કહી નીકળી જનાર પતિ જતીનભાઇ અને પુત્ર આલોકને કલ્યાણપુર સી ટીમ દ્વારા સુઇનેશ પાટીયા પાસેથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જયારે બીજા બનાવમાં ભોગાત બંદરે રહેતી બે બહેનોએ મંગેતર સાથે લગ્ન ન કરવા હોવાથી પોતાનો પરિવાર ત્યાગી સંબંધીને ત્યાં ભાગી જનાર બે બહેનોને કલ્યાણપુર પોલીસની સી ટીમની સમજાવટથી બન્ને બહેનોને પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.