વડોદરા ખાતે રાજય સરકાર આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયુ સન્માન
વડોદરા જિલ્લાના દેસર ખાતે રાજય સરકાર આયોજીત એક દબદબાભર્યા સમારંભમાં રાજકોટના કલાગુ‚ પૂર્વીબેન શેઠને ૨૦૧૫-૧૬નો નૃત્ય ક્ષેત્રનો ગુજરાત ગૌરવ પુરસ્કાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રદાન કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં મુખ્યમંત્રી ઉપરાંત ના.મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ઈશ્ર્વરભાઈ પટેલ, વી.પી.પટેલ, પંકજભાઈ ભટ્ટ, પદ્મશ્રી વિશ્ર્ણુભાઈ પંડયા સહિતના મહાનુભાવો ઉપસ્તિ રહ્યાં હતા.
પૂર્વી શેઠ ભરત નાટયમમાં એમ.પી.એ, અલંકાર અને શિક્ષા વિશારદની પદવી ધરાવે છે તેઓ છેલ્લા ૨૬ વર્ષી રાજકોટમાં નૃત્ય ક્ષેત્રે કાર્યરત છે. દુરદર્શનના માન્ય ગ્રેડેડ કલાકાર છે. તેઓએ ભરત નાટયમમાં રાષ્ટ્રિય કક્ષાએ પ્રમક્રમ મેળવેલ છે. તેઓએ દુરદર્શન અને આકાશવાણી પર કાર્યક્રમો સમયાંતરે આપ્યા છે. યુનિવર્સિટી અને યુવક મહોત્સવમાં નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે. અનેક નૃત્ય શીબીરોમાં નિષ્ણાંત તરીકે સેવા આપેલ છે. દેશ અને વિદેશોમાં નૃત્ય પ્રસ્તુતી કરેલ છે.
ઉપરાંત તેમની ક્રુતિઓ, ઋતુસંહાર, દશાવતાર, તમે આવો શ્યામ, મૃગયા, મીરા, હોરી ધુમ મચોરી, નાયિકા, દેવનર્તન, પ્રહર રાગ, શીવ ચરિતમ, પંચતત્વ, અય ભુવન મન મોહિતી વગેરે દર્શકો દ્વારા પ્રશંસા પામી છે.
પૂર્વી શેઠે સતારા, સોમના દ્વારકા, કાચીપુરમ જેવા મંદિરોમાં પણ નૃત્ય પ્રસ્તુતી કરેલ છે. ૧૯૯૦ થી પરિક્ષક તરીકે સેવા આપી રહ્યાં છે. અનેક સન્માન અને એવોર્ડ મેળવેલ છે. જેમાં મુખ્ય છે નારી તુ નારાયણી, યુ આ યકોન, નારી ગૌરવ એવોર્ડ, નારી રત્ન, નારી શક્તિવગેરે ઉપરાંત માધાણી ટ્રસ્ટ, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટ, જેસીસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટી, પૂજા હોબી સેન્ટર, દીકરાનું ઘર વગેરે દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલ છે.
ગુજરાતી પદો ઉપર ભરત નાટયાના નૃત્યનું આયોજન કરવામાં તેમનું મુખ્ય પ્રદાન છે. સૌરાષ્ટ્રમાં ભરત નાટયમ નૃત્યના પાયાના પથ્ર ગણી શકાય તેવા પૂર્વીબેન આજે દક્ષિણની આ કલાના પ્રસાર અને પ્રચાર માટે કાર્ય કરી રહ્યાં છે. નૃત્ય અને સંસ્કારનું સીચન દિકરીઓમાં કરે છે. આ ઉપરાંત પ્રદર્શનના માન્ય નૃત્ય કલાકાર છે. આકાશવાણીમાં પૂર્વ સલાહકાર સમીતીના સદસ્ય રહી ચુકયા છે. સુજન સ્કુલ ઓફ ડાન્સના નિયામક છે. અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલા વિર્દ્યાથીઓને નૃત્યની તાલીમ આપેલ છે. ૧૮૦ ઉપર આરગેત્રમ કરાવેલ છે.