અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો યોજવામાં આવશે. ફ્લાવર શોમાં માત્ર વિવિધ રાજ્યોનાં ફૂલો જ નહીં, પરંતુ વિદેશી ફૂલો અને છોડ પણ જોવા મળશે. દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં નવું આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો હોય કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે ફ્લાવર પ્લાન્ટમાંથી સૌથી મોટું 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. લોકોને રંગબેરંગી અને અવનવાં ફૂલો જોવા મળશે.
મોઢેરા સૂર્યમંદિર નવું સાંસદ ભવન ચંદ્રયાન જેવી થીમ તેમજ સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્ચર આકર્ષણ બનશે
વિદેશથી વિવિધ ફૂલ અને છોડ જેવા કે ડેફોડેઇલસ, હાઇસિન્થ, ઓર્કિડનાં અવનવાં ફૂલો, જે યુરોપિયન દેશો, ચાઇના, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, જર્મનીઅને આફ્રિકા જેવા દેશોમાંથી આ ફૂલો મગાવવામાં આવ્યાં છે
છેલ્લાં 10 વર્ષથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30 ડિસેમ્બરથી આ ફ્લાવર શો યોજાશે, જેમાં ખાસ કરીને વિદેશથી ફૂલ અને છોડ મગાવવામાં આવ્યાં છે. ડેફોડેઇલસ, હાઇસિન્થ, ઓર્કિડનાં અવનવાં ફૂલો, જે યુરોપિયન દેશો, ચાઇના, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, જર્મનીઅને આફ્રિકા જેવા દેશોમાંથી આ ફૂલો મગાવવામાં આવ્યાં છે. ફ્લાવર શોના નવા આકર્ષણમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્ચર મૂકવામાં આવ્યું છે. અંદાજિત 3 કરોડ રૂપ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોમાં, જેમાં વિવિધ પ્રકારના સ્કલપ્ચર, 800 પ્રકારના વિવિધ અવનવા છોડ, નર્સરી અને ધાન્યની વાનગીઓ રહેશે. આ ઉપરાંત ફૂડ કોર્ટ પણ હશે.
ફ્લાવર શોમાં પ્રવેશ ફીના દર
ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં (સોમવારથી શુક્રવાર) રૂ. 50 પ્રવેશફી વસુલવામાં આવશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે સામાન્ય દિવસોમાં પ્રવેશ ફી રૂ. 30 હતી જ્યારે શનિવાર અને રવિવારની પ્રવેશ ફી રૂ. 50 હતી. ત્યારે આ વર્ષે પ્રવેશ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મ્યુનિ. દ્વારા 12 વર્ષ કે તેથી નાના બાળકોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. શાળાના બાળકોને પણ પ્રવેશ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.