બહોળા પ્રમાણમાં બોરવેલ અને ડેમ ખોદી કઢાતા નર્મદાના ઈનફલોમાં ચિંતાજનક ઘટાડો
જો માત્ર નર્મદા નીર ઉપરનો મદાર ઓછો નહીં કરાય તો ૨૦૨૧ સુધીમાં ગુજરાત પાણી માટે ટળવળે તેવી પરિસ્થિતિ ઉભી વાની દહેશત
કલ્પસર યોજના સાકાર કરવા માટે તત્કાલ પગલા ભરવાની જ‚ર
કહેવાઈ છે કે, ત્રીજુ વિશ્ર્વ યુધ્ધ પાણીના કારણે જ ખેલાશે. આ કહેવત સમયાંતરે સાચી વા જઈ રહી છે. નર્મદા નીર પર આશ્રીત ગુજરાતની પરિસ્થિતિ કલ્પસર યોજના સાકાર નહીં થાય તો ખૂબજ ખરાબ ઈ જશે તેવું જણાય રહ્યું છે. કલ્પસર યોજન સાકાર નહીં થાય તો પાણી મામલે ગુજરાતનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે. હાલ ગુજરાત નર્મદા નીર પર આધારિત છે અને આંકડા મુજબ નર્મદા નીર ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. માટે કલ્પસર સાકાર કરવી જરૂરી છે.
નમામી દેવી નર્મદાને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. પરંતુ બોરવેલ અને ડેમના પ્રમાણમાં ઈ રહેલો સતત વધારો આ જીવાદોરીને કાપી રહ્યો છે. છેલ્લા ૧૨૬ વર્ષના ડેટા મુજબ ૧૯૭૨, ૧૯૯૦માં નર્મદાનો પ્રવાહ ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે. આ આંકડા પરી અંદાજ લગાવતા જણાય આવે છે કે, ૨૦૨૧માં ગુજરાતને પાણીની ભયંકર કટોકટીનો સામનો કરવો પડશે. માટે દુરંદેશી દાખવીને કલ્પસર યોજનાને સાકાર કરવી ખૂબજ મહત્વની બની જાય છે. કલ્પસર નર્મદા નીરનો શ્રેષ્ઠ વિકલ્પ બનશે. આ યોજના પાછળ નર્મદા કરતા ઓછો ખર્ચ થશે.
આંકડાનુસાર બે જ વર્ષમાં નર્મદાનો ઈનફલો ૪૦ ટકા જેટલો ઘટી ગયો છે. માત્ર નર્મદા જ નહીં પરંતુ બોરવેલ અને ડેમની અસર તાપી, મહી, બનાસ, સાબરમતી અને પનામ સહિતની નદીઓ ઉપર પડી રહી છે. નર્મદામાં જળ પ્રવાહ ઘટવાનું કારણ ટાઉન પ્લાનીંગમાં ભૂલ હોવાનું પણ માનવામાં આવે છે. રાજયમાં હાલ ૨૦૩ી વધુ ડેમ છે. જેની કુલ સ્ટોરેજ ક્ષમતા ૧૫૭૬૬.૮૧ મીલીયન કયુબીટ મીટર છે. ર્નો ગુજરાતમાં ૧૫, સેન્ટ્રલ ગુજરાતમાં ૧૭, સાઉ ગુજરાતમાં ૧૩, કચ્છમાં ૨૦ અને સૌરાષ્ટ્રમાં ૧૩૮ ડેમ બનાવાયા છે. ડેમ અને બોરવેલના કારણે નદીઓના પ્રવાહો પર ઘેરી અસર ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાણીની માંગને પહોંચી વળવા માટે તમામ લોકોની નજર નર્મદા નીર પર હોય છે. પરંતુ નર્મદા નીરના આંકડાનુસાર આ પાણી ઉપર લાંબો સમય નિર્ભર રહી શકાય તેમ ની. પાણીનો ઈનફલો ઘટતો જાય છે. અધુરામાં પૂરું કાવેરી જળ વિવાદ જેવો જળ વિવાદ નર્મદાના પાણીમાં ઈ શકે છે કારણ કે આ પાણી પર માત્ર ગુજરાતનો નહીં પરંતુ અન્ય રાજયોનો પણ હકક છે. જેી ગુજરાતની જ કહી શકાય તેવી યોજનાની તાતી જ‚રીયાત ઉભી ઈ છે. આ યોજના માટે કલ્પસર શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે, કલ્પસરમાં તમામ સર્વે પૂર્ણ ઈ ગયા છે. ઉપરાંત તમામ રીતે આ યોજના ગુજરાતની પરિસ્થિતિને માફક છે.
રાજયના ખંભાતના અખાતના બન્ને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી મોટુ જળાશય બનાવી તેના કી વિજ ઉત્પાદન, સિંચાઈ, ઔદ્યોગીક અને પીવા માટે પાણીની વ્યવસનો લાભ કલ્પસર યોજનાી મળી શકે તેમ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમના માધ્યમી ગુજરાતના આ બન્ને વિસ્તારોને નજીક લાવી દેવાશે તા જળાશયનું પાણી સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પમ્પીંગ વગર પહોંચાડી દેવાય તેવી આ યોજના છે. હાલ સરદાર સરોવર જળાશયનું પાણી હજારો કિ.મી.ની લાંબી નહેરો દ્વારા પીવા અને સિંચાઈ માટે પમ્પીંગના માધ્યમી પૂરું પડાય છે. અલબત નર્મદાને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવી પરંતુ સૌરાષ્ટ્ર સુધી આ યોજનાનું અસરકારક વિસ્તરણ થઈ શકયું નથી.
૧૯૮૦ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે બંધ બનાવી જોડવાનો વિચાર ડો.અનિલ કાંણેએ રજૂ કર્યો હતો. આ વિચારને કલ્પસર યોજના નામ અપાયું હતું. અલબત રાજકીય નેતાગીરી પાણી વિહોણી હોવાી વર્ષોથી સુધી આ યોજના લટકી રહી પરંતુ હવે રૂપાણી સરકારે યોજનાનો સર્વે કરાવવા માટે રિપોર્ટ તૈયાર કરાવવાની તૈયારી દર્શાવી છે. યોજના સાકાર વાી માત્ર નર્મદા પરનો મદાર નહીં રહે. પીવા તા સિંચાઈનું પુરતુ પાણી સૌરાષ્ટ્રને મળશે. વરસાદ આધારીત ખેતીમાંથી મુક્તિ મળશે. વીજ ઉત્પાદન પણ સમૃધ્ધ શે.