સરકારે સીટી બસ લોકોની સેવા માટે આપી ત્યારે સીટી બસ કાળમુખી સાબિત થઈ રહી છે તેવી ઘટના સુરતમાં સામે આવી છે જેમાં નોકરી પરથી પરત ફરતા સાયકલ ચાલકને સીટી બસ ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને ડ્રાઈવર વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાસેની છે જ્યાં સીટી બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા આ ઘટના સ્થળે જ મોતી નીપજ્યું છે. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બીજી બાજુ બસ ચાલક રસ્તા પર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ખટોધરા પોલીસને થતા તાત્કાલિક એ સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી
નોકરી પરથી પરત આવતા કાળ ભરખી ગયો
શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ દીપ મંગલ સોસાયટીમાં રહેતો 48 વર્ષે અલ્પેશભાઈ બહેરા પાંડેસરા ખાતે આવેલ મિલમાં નોકરી કરતા હતા. ત્યારે આજ રોજ તેઓ નોકરી પરથી પરત ફરી સિવિલ હોસ્પિટલ પાસેથી સાયકલ પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સીટી બસે અલ્પેશભાઈને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક પરિવારના લોકો દોડી આવ્યા હતા અલ્પેશભાઈ ને મૃત હાલતમાં જોઈ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.