આ વર્ષે વેકેશનમાં મિરર હાઉસ, ૪ ડી સિનેમા, જંગલ સફારી, ફેન્ટરી ટ્રેન અને હોરર હાઉસમાં શહેરીજનો કરશે મોજ: પરીવાર સાથે આનંદની પળો માણવાની શ્રેષ્ઠ જગ્યા એટલે ફનવર્લ્ડ: પ્રદિપસિંહ ઝાલા
ફનવર્લ્ડ ખાતે દર વર્ષે અવનવા આકર્ષણોનું સર્જન થાય છે. બાળકોથી લઇને દરેક વયના લોકો આનંદ માણી શકે તે ઘ્યાનમાં રાખીને નવા આકર્ષણો લાવવામાં આવે છે. આ વર્ષે વેકેશનમાં ફનવર્લ્ડ ખાતે મિરર હાઉસ, ૪ ડી સિનેમા, જંગલ સફારી, ફેન્ટરી ટ્રેન, હોરર હાઉસ જેવી રાઇડસ રાખવામાં આવી છે. આ રાઇડસનો શહેરીજનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યા છે.
ફનવર્લ્ડના મેનેજર પ્રદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ફનવર્લ્ડ રાજકોટનું પ્રથમ એમ્યુઝમેન્ટ પાર્ક છે. અમે દર વર્ષે નવા આકર્ષણો લઇને આવીએ છીએ અને આ આકર્ષણો લોકોને ખુબ ગમે તેવા હોય છે. આ વર્ષેની નવી રાઇડસમાં હોરર હાઉસ, જંગલ સફારી, ૪ ડી સિનેમા, ફેન્ટસી ટ્રેઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ટિકીટની કિંમત વિશે જણાવ્યું હતું કે ફનવર્લ્ડ એ પ્રથમ એવું એમ્યુઝમેન્ટ પાર્ક છે જેની ટીકીટ માત્ર ‚પિયા ૯ થી ૧ર છે. જેમાં એક રાઇડ ફી આપવામાં આવે છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં ટિકીટની કિંમત ઘણી વધારે હોય છે. જેના કારણે લોકો આવા એમ્યુઝમેન્ટ પાર્કમાં જઇ શકતા નથી.