વોર્ડ નં.૧૩ની ઓફિસ શોભાના ગાંઠિયા સમાન: અરજદારો ભારે પરેશાન: કોંગી કોર્પોરેટરનું ૨૪ કલાકનું અલ્ટીમેટમ
લોકોને સામાન્ય કામ માટે કોર્પોરેશન ઝોન કચેરી સુધી ધકકો ન ખાવો પડે તે માટે દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન વોર્ડ નં.૧૩ની ઓફિસ જાણે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અપુરતા સ્ટાફના કારણે અરજદારો પારાવાર પરેશાની ભોગવી રહયા છે. આવતીકાલ સુધીમાં વોર્ડ ઓફિસ ખાતે પુરતા પ્રમાણમાં સ્ટાફ ફાળવવામાં નહીં આવે તો વોર્ડ ઓફિસે તાળાબંધી કરવાની ચીમકી કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.
વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ ખાતે અપુરતા સ્ટાફના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પુરતા પ્રમાણમાં સ્ટાફ ફાળવવામાં આવતો નથી. હાલ આધારકાર્ડની કામગીરી બંધ છે. જયારે અન્ય કામગીરી માટે સિકયુરીટી સ્ટાફ દ્વારા ટોકન વિતરણ કરવામાં આવે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં અરજદારોનો વારો આવતો નથી. વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ ખાતે આગામી ૨૪ કલાક એટલે કે આવતીકાલ સુધીમાં પુરતા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવામાં નહીં આવે તો નાછુટકે કોંગ્રેસ દ્વારા વોર્ડ ઓફિસ ખાતે તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી વોર્ડ નં.૧૩ના જાગૃત કોંગી કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઈ ડાંગરે ઉચ્ચારી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,