લોટની સામગ્રી મિક્સ કરી રોટલી જેવો નરમ લોટ બાંધી એને ૫-૭ મિનિટ માટે કુણવી લેવો.
સામગ્રી
- સવા કપ મેંદો
- અડધો કપ પાણી
- બે ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ
- ૧ ટીસ્પૂન મીઠું
- ૧ ટીસ્પૂન યીસ્ટ (ફ્રેશ ઓર ડ્રાય)
- ફિલિંગ : શાકભાજી સ્ટફિંગ
- બે ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ
- ૧ મીડિયમ કાંદો
- ૧ કળી લસણ
- અડધો ટીસ્પૂન મરી પાઉડર
- સવા કપ બ્રોકલી (કોઈ પણ વેજિટેબલ) રેડ, યલો, કેપ્સિકમ
- અડધો કપ પાલકનાં પાંદડાં
- અડધો કપ રીકોટા ચીઝ અવા ચેડર
- ૧/૪ કપ પીત્ઝા સોસ
- અડધો કપ મોઝરેલા ચીઝ
- બે ટેબલસ્પૂન પાર્મેશન ચીઝ
- ૧/૪ કપ ઑલિવ બ્લેક અવા ગ્રીન
બનાવવાની રીત
- લોટની સામગ્રી મિક્સ કરી રોટલી જેવો નરમ લોટ બાંધી એને ૫-૭
- મિનિટ માટે કુણવી લેવો. (૧૫ મિનિટ સાઇડમાં રાખવું.)
- એક પેનમાં તેલ ગરમ કરી એમાં કાંદાને ગુલાબી સાંતળવા પછી એમાં લસણ અને મરી પાઉડર ઉમેરી ૧મિનિટ સાંતળવું.
- એમાં બ્રોકલીનાં ફૂલ ઉમેરી એને ઢાંકીને ચડવા દેવા. એમાં પાલકનાં (નાનાં પાંદડાં) ઉમેરી પાછું કુક કરવું,ઠંડું કરવું.
- એક બાઉલમાં કાઢી લેવું. એમાં ચીઝ-ઑલિવને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું.
- લોટમાંી લૂઓ લઈ એને રોટલાની સાઇઝના વણી એના પર પીત્ઝા સોસ લગાડવું (કેચપ ચાલશે).
- રોટલા પર (બ્રેડના લોટને) એક સાઇડ ઉપરનું સ્ટફિંગ પારી એને અડધું વાળી લેવું અને કાંટા (જ્બ્ય્ધ્)ની મદદી કિનારીને દાબીને ડિઝાઇન કરવી.
- આ કલ્ઝોનેસને બેકિંગ ટ્રેમાં ગોઠવી પ્રુવ કરવા ૩૦ મિનિટ માટે કપડું ઢાંકીને ગરમ જગ્યાએ રાખવું.
- ફૂલીને ડબલ સાઇઝ થાય ત્યારે એને ૧૮૦ સેન્ટિગ્રેડ પર ૨૫-૨૭ મિનિટ માટે બેક કરી લેવું, ગરમ સર્વ કરવું.