કલાકાર રાજેશ મજીઠિયાનો કામણગારો કંઠ દિકરીની હૃદયસ્પર્શી વાતોને વાચા આપશે

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિલોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબજ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કળા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.

આજે ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં ‘દિકરી વ્હાલનો દરિયો’ અંતર્ગત જુદા-જુદા પ્રેમની લાક્ષણિકતાઓ સાથેની સંગીતથી મઢેલી વાતો, ગીતો વગેરે પ્રસિધ્ધ કલાકાર રાજેશ મજીઠિયા દ્વારા રજૂ થશે.

પ્રેમ અંગેની જુદી જુદી વ્યાખ્યા કરીએ તો મા-દિકરાનો પ્રેમ, પતિ-પત્નિનો પ્રેમ, મિત્ર-મિત્રનો પ્રેમ, ભાઈ-બહેનનો પ્રેમ, ભાઈ-ભાઈનો પ્રેમ વગેરે…વગેરે પરંતુ બાપ અને દિકરીનો પ્રેમ ઘડી પરમકૃપાળુ પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા તેવું અનેક લોક સાહિત્યકારો દ્વારા સાંભળવા મળે છે.

તુલસીનો છોડ, ભોળી પારવડી, એલચીનો છોડવો, પારકી થાપણ, પારકુ ધન વગેરે વગેરે જેવી ઉપમાઓ દિકરી વિષે વડીલો દ્વારા આપવામાં આવી છે. લોક સાહિત્યમાં ડોકીયું કરીએ તો દિકરીએ બાપ પાસે કયારેય કંઈ માંગ્યું નથી અને બાપે દિકરીને ઓછું આપ્યું નથી… એ દિકરી અને બાપનો પ્રેમ છે. આજે રજૂ થનાર કાર્યક્રમમાં દિકરી અને બાપનો પ્રેમ, ‘દિકરી વ્હાલનો દરિયો’ દિકરી વિદાયની વેળા વગેરે જેવી અનેક વાતો ગીતો સાથે રજૂ થશે. તો જોવાનું ચૂકાય નહીં ‘ચાલને જીવી લઈએ’.

આજે પ્રસ્તુત થનાર દિકરી વ્હાલનો દરિયો

  • * દિકરી વ્હાલી લાગે…
  • * બાપ-દિકરીનો પ્રેમ…
  • * દિકરી વિદાય…
  • * કાળજા કેરો કટકો વગેરે…વગેરે…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને  ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં. ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.