રાજકોટ થી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું ૭૪૬ કિ.મી.નું અંતર ૧૧ કલાકમાં પૂર્ણ કરાશે: માત્ર સુરેન્દ્રનગર અને અમદાવાદ જ રોકાશે
૧૭ કોચમાં ૯૨૬નું સીટીંગ: ૧૧૫૫ી લઈને ૨૯૭૦ સુધીનું ભાડુ
રાજકોટ-મુંબઈ દુરંતો એકસપ્રેસનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લીલીઝંડી આપીને આવતીકાલે સાંજે પ્રસન કરાવશે. દુરંતો એકસપ્રેસનાં કારણે મુંબઈ જનાર મુસાફરોનો ૨ કલાક જેટલો સમય બચશે. આ અંગે વધુ વિગત આપવા રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, રાજુભાઈ ધ્રુવ, કમલેશ મીરાણી અને ડીઆરએમ એ.કે.સિન્હાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ડીઆરએમ એ.કે.સિન્હાએ જણાવ્યું હતું કે, એકસપ્રેસ એવરેજ ૬૮ કિ.મી.ની ઝડપે દોડશે. જેથી મુસાફરોનો બે કલાક જેટલો સમય બચશે. રાજકોટી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું ૭૪૬ કિ.મી.નું અંતર કાંપતા દુરંત એકસપ્રેસને ૧૧ કલાક જેટલો સમય લાગશે. ટ્રેનમાં ફસ્ટ ટાયર એસીના ૧, ટુ ટાયર એસીના ૩, થી ટાયર એસીના ૫, ઈકોનોમીકના ૬ મળી કુલ ૧૭ કોચ હશે. દુરંતોનું ભાડુ ૧૧૦૦ ી લઈ ૨૯૭૦ સુધી રાખવામાં આવ્યું છે. ટ્રેનનું પ્રાયમરી મેન્ટેનન્સ મુંબઈ સેન્ટ્રલ સંભાળશે.
સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું કે, દુરંતો એકસપ્રેસ રાજકોટી ઉપડીને સુરેન્દ્રનગર હોલ્ટ કરશે ત્યાંી અમદાવાદ હોલ્ટ કર્યા બાદ નોનસ્ટોપ મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. શરૂઆતમાં સુરેન્દ્રનગરને હોલ્ટ આપવામાં આવ્યો નહોતો ત્યારે સુરેન્દ્રનગરના લોકોની માંગણીને ધ્યાને લઈને તેઓએ રેલવે મંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. જેના પરિણામે સુરેન્દ્રનગર હોલ્ટ રાખવામાં આવ્યો છે. જેથી દુરંતો એકસપ્રેસનો લાભ સુરેન્દ્રનગરવાસીઓને પણ મળી શકશે.
વધુમાં તેઓએ દુરંત એકસપ્રેસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફસ્ટ એસીમાં ૧૮, સેક્ધડ એસીમાં ૧૩૮, ર્ડ એસીમાં ૩૨૦ અને ઈકોનોમીમાં ૫૪૦ મળી કુલ ૯૨૬નું સીટીંગ રાખવામાં આવ્યું છે. ફસ્ટ એસીના ૨૯૭૦, સેક્ધડ એસીના ૨૫૮૦, ર્ડ એસીના ૧૨૪૫ અને ઈકોનોમીનું ૧૧૫૦ ભાડુ રાખવામાં આવ્યું છે.
આવતીકાલે રાજકોટ જંકશન ખાતે સાંજે ૬ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદ મોહન કુંડારીયા દુરંતો એકસપ્રેસનું લીલી ઝંડી આપી પ્રસન કરાવશે. આ તકે મેયર ડો.જૈમન ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ તેમજ રેલવેના અધિકારીઓ ઉપસ્તિ રહેશે.
રાજકોટ મુંબઈ દુરંતો એકસપ્રેસ ટ્રેન નં.૧૨૨૬૮ રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ એસી રાજકોટ સ્ટેશની ૧૯:૦૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સવારે ૬:૦૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે એવી જ રીતે ટ્રેન નં.૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ રાજકોટ દુરંતો એકસપ્રેસ મુંબઈી ૨૩:૨૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સવારે ૧૦:૫૫ કલાકે રાજકોટ આવી પહોંચશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com