સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કાર્યક્રમ ઝુંબેશ સ્વપે શરૂ થાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, આરોગ્ય સમિતી ચેરમેન જયમીન ઠાકર અને સેનિટેશન ચેરમેન અશ્વીન ભોરણીયા સક્રિય
ચોમાસાની સીઝન દરમિયાન શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે મહાપાલિકા દ્વારા આવતીકાલી વન-ડે-વન વોર્ડ સ્વચ્છતા અને આરોગ્ય લક્ષી ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમીતીના ચેરમેન જયમીન ઠાકર અને સેનીટેશન ચેરમેન અશ્વીનભાઈ ભોરણીયાએ કરી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ખુલ્લા પ્લોટમાં એકત્ર યેલો કચરો જેસીબી અને ડમ્પર મારફત નિકાલ કરવામાં આવશે. સખી મંડળો દ્વારા કરવામાં આવતી સફાઈ કામગીરીનું મુલ્યાંકન કરાશે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા દરેક સ્ળે સ્વચ્છતાની જાળવણી માટે કાર્યવાહી કરાશે, વોર્ડ વિસ્તારમાં કચરાના ઢગલા જરીયાત મુજબ મીની ટીપર, જેસીબી કે ટ્રેકટર મારફતે ઉપડાવી લેવાશે. ન્યુસન્સ પોઈન્ટ પર થી કાયમી ધોરણે કચરો ઉપાડવા માટે બપોરબાદ મીની ટીપર કામગીરી ચાલુ રાખશે. જે કોઈ રસ્તા પર સીપીંગ મશીની રાત્રી સફાઈની કામગીરી કરવામાં આવે છે ત્યાં રાત્રીના ૧૦ થી સવારના ૮ સુધી આ કામગીરી ચાલુ રહે તેવું આયોજન કરવામાં આવશે. આરોગ્ય વિભાગની ટીમ લોકોના ઘેર-ઘેર ફરી પાણીના ટાંકામાં દવા નાખવી, મોટા અને ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષંક માછલી મુકવાની કામગીરી કરશે. મેલેરીયા ટીમ દરેક ઘર જાહેર શેરી તા રસ્તામાં ફોગીંગની કામગીરી હાથ ધરશે.
લોકો આરોગ્ય માટે જાગૃત બને તે માટે પત્રીકાઓનું પણ વિતરણ કરવામાં આવશે. આરોગ્ય તથા સફાઈ ઝુંબેશમાં સહયોગ આપવા શહેરીજનોને સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન અપીલ કરી છે.