૧૨થી વધુ સ્ટોલ્સ, એક સ્થળેથી અનેક વસ્તુ ખરીદવાની તક
સમાજ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃતિ કરતાં પટેલ સેવા સમાજ રાજકોટની મહિલા પાંખ દ્વારા રાજકોટમાં ત્રણ દિવસ માટે ‘ડ્રીમ ક્રીએશન’ નામક એક્ઝિબીશન કમ સેલનું આયોજન કર્યું છે.આગામી તા.૨૭,૨૮,૨૯ ડિસેમ્બર દરમિયાન સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા આ એક્ઝિબીશનને મેયર બીનાબેન આચાર્ય તા.૨૭ સવારે ૯:૩૦ કલાકે ખુલ્લો મુકશે. આ ઉદ્ઘાટન સમારોહમાં, વંદનાબેન ભારદ્વાજ, બીનાબેન મીરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્તિ રહી કડવા પાટીદાર સમાજની બહેનોના આવકાર્ય આયોજનને નવી ઊર્જા પ્રદાન કરશે.
રાજકોટના કોઈપણ સમાજના લોકો આ એક્ઝિબીશનમાં નિ:શુલ્ક પ્રવેશ મેળવી શકશે. એક્ઝિબીશનનો સમય સવારના ૧૦ થી રાતના ૯ વાગ્યા સુધીનો રહેશે.ત્રણ દિવસના એક્ઝિબીશનમાં લેડીઝ-જેન્ટ્સ-કીડ્ઝના ગાર્મેન્ટ્સ, ઘર વપરાશની અનેક ઉપયોગી અને વપરાશી ચીજવસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો, ફિટનેસના ઉપકરણો, ઈમીટેશન જવેલરી, બ્યુટી ટ્રીટમેન્ટસ, બુટ ચંપલ, સેન્ડલસની વિશાળ રેન્જ, બાળ ઉછેરમાં ઉપયોગી ચીજવસ્તુઓ સહિતની અનેક ચીજવસ્તુઓ એક જ સ્ળેી જોવા જાણવા, પસંદ કરવા અને ખરીદવાની ઉતમ તક શહેરીજનોને મળશે.
પટેલ સેવા સમાજના મહિલા સંગઠનના પ્રમુખ વિજયાબેન વાછાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સમાજની બહેનો વિશાળ સંખ્યામાં કાર્યક્રમની સફળતા માટે છેલ્લા એક મહિનાી ઉમંગભેર જહેમત ઉઠાવી રહ્યાં છે. સમાજની મહિલાઓ દ્વારા સમાજની મહિલાઓ કી રાજકોટના તમામ સમાજની મહિલાઓના લાર્ભો આ પ્રકારના કાર્યક્રમના આયોજનની નવી દિશા ખુલ્લી રહી છે. સાો સા સમાજની બહેનોમાં નેતૃત્વ શક્તિનો પણ આવા કાર્યક્રમી વિકાસ થશે, તેવી તેમણે આશા વ્યકત કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા વિજયાબેન વાછાણી, હેતલબેન કાલરીયા, રાજેશ્રીબેન રોજીવાડીયા, ચંદ્રિકાબેન ટીલવા, ગીતાબેન ગોલ, જલ્પા નંદાસણા, હર્ષિદાબેન કાસુન્દ્રા, અંજુબેન કણસાગરા, ગીતાબેન સાપરીયા, જાગૃતિબેન હુડકા, હર્ષાબેન કાલરીયા, નીતાબેન પરસાણીયા, ભારતીબેન કાલરીયા, કિરણબેન માકડિયા સક્રિય જહેમત ઉઠાવી રહ્યા છે.