કાર્યક્રમનું ઉદ્દઘાટન શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી કરશે:પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન કાર્યક્રમ યોજાશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન કાર્યક્રમસવારે 10 કલાકે, પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે થશે.
આ કાર્યક્રમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.
કેન્દ્રની આઠ વર્ષના શાસનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ, ઘર ઘર જલ, પી.એમ.કિશાન યોજના, પ્રધાનમંત્રી કુશળ બીમા યોજના, કિશાન ક્રેડીટ કાર્ડ, ગ્રામીણ વિસ્તારોમાં અદ્યતન ટેકનોલોજી, આરોગ્યની સંભાળ માટે આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્જવલા યોજના, નારી શક્તિ, જનધન યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના જેવી અનેક યોજનાઓ આપવામાં આવેલ છે.