• અબતકની મુલાકાતમાં મોગલધામનાં કાર્યકર્તાઓએ કાર્યક્રમની વિગત આપી
  • લુલી લંગડી નિરાધાર ગાયોના લાભાર્થે

આઈ જહલમાંના સાનિધ્યમાં મોગલધામ આશ્રમ ખટેડા આયોજીત રામચરિત માનસકથાનુ તા.9મેથી 17 સુધી સુંદર ભવ્યાતિત આયોજન કરવામાં આવ્યું છે.

લીલુલંગડી નિરાધાર ગાયોના લાભાર્થે જ્ઞાનયજ્ઞનુંં આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના વકતા આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા કિશોરભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે, તા.9ને ગુરૂવારે સવારે  7 કલાકે હાથીની અંબાડીએ ઘોડાગાડી, ખૂલ્લી જીપો કાર, બાઈક સહિત ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. તથા મોરારીબાપુના હસ્તે દિપ પ્રાગટય કરશે.સપ્તાહના સમય સવારે 9 થી 12 સુધીનાં રહેશે લગભગ 8 થી 10 હજાર લોકો મહાપ્રસાદનો લાભ લેશે. સપ્તાહના વિવિધ કાર્યક્રમ તા.10.5એ શીવવિવાહ,  11.5એ રામજન્મોત્સવ, 13.5એ રામ વિવાહ  16.એ સુંદરકાંડના પાઠ  17.5ને રામ રાજયાભિષેક રાખવામાં આવેલ છે.પૂર્વ વિજયભાઈ રૂપાણી નાયબ દંડક  જગદીશભાઈ મકવાણા, ચેતનભાઈ રામાણી, સહિતના ઉપસ્થિત રહેશે.મહંત શેરનાથબાપુ, ઈન્દ્રભારતી બાપુ, પંચમુખી હનુમાન અમદાવાદના મહંત અખિલેશ્ર્વરદાસ, કરશનદાસબાપુ, પરબધામના સહિતના સંત મહંતો આવશે.

આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોની સાંજે રમઝટ  બોલાવાશે તા. 9એ રામામંડળ,10મેએ લોકડાયરો વનીતાબેન 11મેએ દાંડીયારાસ ઉમેશ ગઢવી, 12મેએ દાંડીયારાસ પૂનમબેન ગોવિંદભાઈ 13મીએ દાંડીયારાસ કુલદીપ દાન ગઢવીના સ્વરે ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 14મીએ માયાભાઈ હાસ્યરસથી ભકતોને તરબોળ કરશે અને બાળકો માટે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  અબતકની શુભેચ્છા મુલાકાતે કિશોરભાઈ ગજેરા સહિતના  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.