પોષ સુદ પૂનમને શુક્રવાર તા. 6-1-23 નાં દિવસે પોષી પુનમ છે. આ દિવસને અક્ષર પૂર્ણિમા પણ કહેવામા આવે છે. તથા આ દિવસે માતાજી અંબાજી પ્રાગટય ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે આ વર્ષે પોષી પૂનમના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃતતત્વ પૃથ્વી ઉપર વરસાવશે. આમ પોષી પૂનમનુ મહત્વ અનેક પ્રકારે રહેલું છે
આ દિવસે અગાશીમાં બેસી રસોઈ કરવાનું મહત્વ છે. કહેવાય છે કે સાંજનાં સમયે અગાશીએ રોટલો અને રીંગણાનો ઓળો બનાવવો. તથા આ દિવસે નાની બાળાઓ ચંદ્ર ઉગે એટલે તેનાં દર્શન કરી બાજરાનાં રોટલાની ચાનકી બનાવી પોતાનાં ભાઈને સામે ઉભો રાખી અને તે ચાનકીનાં કાણામાંથી ચંદ્ર જોઈ અને બોલે છે પોષી પોષી પૂનમડી, અગાશીએ રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે ’ આમ ત્રણ વાર બોલે . તેનો ભાઈ જવાબ આપે કે જમે .
આમ ત્યારબાદ ઘરની અગાશીએ અથવા ઘરમાં સૌ લોકોએ ભેગા મળીને ભોજન કરવું. આ દિવસે માતાજીને લીલા શાકભાજી અર્પણ કરવા, ધરવા તથા કુળદેવીની પૂજામાં અંબાજીની પૂજા કરવી, જપ કરવા ઉત્તમ ગણાય. આ સોમવારે આખો દિવસ અને રાત્રી પૂનમ છે આથી શુભકાર્ય માટે પણ ઉત્તમ ગણાય .જે લોકોને જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થતો હોય શની ચંદ્રનો વિષ યોગ થતો હોય. અથવા તો સ્વભાવ તેજ હોય તેઓએ સાંજના સમયે ચંદ્ર ઉદય થાય ત્યારે એક વાટકામાં ચોખ્ખું સાકર વાળું પાણી ભરી તેમાં થોડું ગંગાજળ હોય તો તે પધરાવું અને ચંદ્ર સામુ જોઈ ઓમ સોમાય નમ: ના મંત્ર જાપ કરી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું.. શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન