૭૦ ખાનગી કંપનીઓ એક સ્થળ પર: રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ૫૦૦થી વધુ યુવક-યુવતીઓ ભરતી મેળામાં લેશે ભાગ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રોજગાર-તાલીમ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવતીકાલે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજિત ૬૦થી ૭૦ જેટલી ખાનગી કંપનીઓ એક સ્થળે એકઠી થશે અને ૫૦૦થી વધુ યુવક-યુવતીઓને રોજગારીની તક પ્રાપ્ત થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ૨૬મી ઓક્ટોબરના રોજ મેગાજોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુઝુકી, ફોર્ડ, હોટેલ કમ્ફર્ટ ઇન, સુડ લાઇફ, ડોમીનોઝ, વાડીલાલ, તીર્થ એગ્રો અને પંતજલી સહિતની કંપની નોકરી વાંચ્છુકોને અલગ અલગ પોસ્ટ પરની જોબની ઓફર કરશે.
રાજકોટ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના યુવક-યુવતીઓ આ જોબફેરમાં ભાગ લઈ શકશે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ સ્નાતક ડિગ્રી મેળવી ચૂકેલા યુવક-યુવતીઓ જોબફેરની સાથે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત પણ વીધ્યાર્થી ઓને રોજગારી આપવામાં આવશે.