રકતદાન, મહાદાન, માનવ સેવા સૂત્રને ‘સાર્થક’ કરવા
‘અબતક’ ની મુલાકાતમાં રાજચંદ્ર સેવા ગ્રુપના આગેવાનોએ વર્ણવી રકતદાનની મહિમા
માનવ સેવા એજ પ્રભુ સેવા રકતદાનથી જ ઓલવાતું જીવન બચી શકે છે. ત્યારે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં કૃત્રિમ અંગો લેબમાં તૈયાર થવા લાગ્યા છે. પણ રકત તો માનવ દેહમાં જ તૈયાર થાય છે. ત્યારે રકતદાન થકી જ જીવન બચી શકે છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા કોટડીયા પરિવાર ચેરી. ટ્રસ્ટના પ્રમુખ ડી.કે. પટેલ, પ્રજ્ઞેશભાઇ કોટડીયા, જતીનભાઇ કોટડીયા, ગૌતમભાઇ કોટડીયા, છગનભાઇ કોટડીયા, ઘનશ્યામભાઇ કોટડીયા અને રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઇ જસાણી એ જણાવેલ કે, સીવીલમાં 400 થી વધુ થેલેસેમીયા અને અલગ અલગ બીમારીઓના દર્દીઓ માટે રકતની સતત જરૂરીયાત છે. ત્યારે કોટડીયા પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કર્યુ છે.
કોટડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી તા. 5-7 બુધવાર બપોરે 3 થી રાત્રે 10 વાગ્યા સુધી મેઘાણી પરિવારની વાડી, બાપા સીતારામ ચોકથી આગળ મવડી બાયપાસ રોડ મવડી રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં કોટડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના દિલીપભાઇ કોટડીયા પ્રમુખ (ડી.કે.પટેલ), પ્રજ્ઞેશભાઇ કોટડીયા (ઉપપ્રમુખ), જતીનભાઇ કોટડીયા, ગૌતમભાઇ કોટડીયા, છગનભાઇ કોટડીયા (સી.ટી. પટેલ), ઘનશ્યામભાઇ કોટડીયા, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના વિનય જસાણી, ડો. પ્રતિક અમલાણી (યુરો ગોલ્ડ મેડાલીસ્ટ) તથા રાજકોટ સીવીલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનવ સેવા આપશે. રકતદાતા ઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અનુરોધ કરેલ છે.
રકતદાનથી પુણ્ય સાથે સારા આરોગ્યના બેવડા લાભ: વિનય જસાણી
રકત લેબોરેટરીમાં બનતું નથી તે માનવ શરીરમાં જ બને છે. થેલેસેમીયા બાળકો કેન્સરના દર્દી અકસ્માતોમાં ઘાયલ લોકો માટે રકતનું એક ટીપુ જીવનદીપ બુજાતા બચાવવા નીમીત બને છે. રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ જણાવેલ કે, રકતદાનથી ખુબ સારૂ આરોગ્ય મળે છે. રકતદાતાના શરીરમાં ચોવીસ કલાકમાં રકત બની જાય છે. નવા રકતથી ઇન્યુનીટી વધે છે. લોહી પાતળુ રહેતા હ્રદય તંદુરસ્ત રહે છે. કેન્સર જેવી બીમારી થતી નથી પોતે પ0 વર્ષમાં 1પ0 વાર રકત દઇ ચુકયા છે. રકતદાનથી પુણ્ય અને ફાયદા મળે છે. દરેક રકતદાન કરવું જોઇએ.