લાલપરી મેલડી માતા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આયોજન: કચ્છી કોયલ ગીતા રબારી અને સાહિત્યકાર દેવાયત ખવડ રમઝટ બોલાવશે: સર્વે ગૌ પ્રેમીઓને લોકડાયરો માણવા અને દાનની સરવાણી વહાવવા અનુરોધ: મહંત લાલદાસબાપુ સાથે ગૌભક્તો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
લાલપરી મેલડી માતા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી, રોયલ મેળા ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે કાલે ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયું છે.
સર્જનહારે આપણને માનવ તરીકે આપેલ શક્તિ સંપતિને ગાયમાતાની સેવા કરવાના ભગીરથ કાર્યમાં સમર્પણ કરી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા સાથે તન, મન, ધનની ત્રિજયાનો સફળ પાયો ગૌમાતાના ચરણે ધરવા અને લોકડાયરાને માણવા આયોજકોએ જાહેર અનુરોધ કર્યો છે.
કાલના ભવ્ય લોકડાયરામાં કચ્છી કોયલ લોકગાયીકા ગીતા રબારી અને સાહિત્યકાર દેવાયત ખવડ લોકોને રસ તરબોળ કરશે. મકરસંક્રાંતિએ ગૌ માટે દાન કરવાનું વિશેષ મહત્વ હોય ત્યારે આ અવસરનો લાભ લઈ સર્વે ગૌપ્રેમીઓને દાનની ઝોળી છલકાવવા જાહેર અપીલ કરાઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા મહંત લાલદાસબાપુ સાથે ગૌસેવકો મહેશભાઈ મોરવાડીયા, રમેશભાઈ અકબરી, મુકેશભાઈ ધનસોતા, સી.ટી.પટેલ અને નિલેશભાઈ ખુંટે નઅબતકથની મુલાકાત લીધી હતી.