ક્રિકેટનાં ક્રેઝ વચ્ચે વચ્ચે વિશ્ર્વની સૌથી લોકપ્રિય રમતનું સુંદર આયોજન કરાયું ૩૭ ટીમો સહભાગી
હાલ લોકો બધી જ રમતોમાંથી ક્રિકેટને વધુ પસંદ કરતા હોય છે. અને એવું માનતા હોય છે કે ક્રિકેટ એ વિશ્ર્વની સૌથી લોકપ્રિય રમત છે.તેમાં પણ ખાસ ગુજરાતનાં લોકો એવું માનતા હોય છે. પરંતુ વિશ્ર્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ છે એ વાસ્તવિકતા છે.
ફૂટબોલ રમતને ગુજરાતમાં આગળ વધારવા રાજકોટ ખાતે આવેલી નિધી સ્કૂલ દ્વારા ઓપન ગુજરાત ૬-એ સાઈડ રાત્રી પ્રકાશ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
જેનાં લીધે ગુજરાતનાં ફૂટબોલ પ્લેયરર્સને પોતાના કૌશલ્ય બતાવા માટે મંચ પૂ‚ પાડી શકાય. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ઘણી બધી ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટનો ગત તારીખ ૧૪ જુલાઈના રોજ ઉદઘાટન તથા પ્રથમ દિવસ હતો.
આ તકે નિધી સ્કુલના મેનેજીંગ ડિરેકટર યશપાલસિંહે અબતકને જણાવ્યું હતુ કે ગુજરાતમાં પ્રથમ વખત એસ્ટ્રોટબ આર્ટીફેસીઅલ ગ્રાઉન્ડ પર ૬-એ સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ ૩૬ ટીમોએ ભાગ લીધેલો છે.
જેમાં ૨૪ ભાઈઓની ટીમ તથા ૧૨ ટીમ બહેનોની છે તથા આમાં જીતનાર ટીમોને રોકડ ઈનામ તથા ટ્રોફી આપવામાં આવશે તથા સમગ્ર ગુજરાતમાંથી ટીમોએ ભાગ લીધો છે. તથા કાલે રવિવારે રાત્રે ફાઈનલનું આયોજન કરવામાં આવ્યં છે.