નોન પ્રોફેશનલ આર્ટીસ્ટ કમલેશ પારેખના અદ્ભૂત પેઈન્ટીંગ્સનું એકિઝબીશન કાલે સાંજે ૫ વાગ્યે ‘ધ સંતોષા હોટેલ’ ડો. યાજ્ઞિક રોડ, રેસકોર્ષ નજીક રાખવામાં આવ્યું છે.
પેઈન્ટીંગ એકિઝબીશન જેઓએ ઘણા પેન્સીલ સ્કેચ, વોટર કલર પેન્ટીંગ, પેન સ્કેચ અને એબ્સ્ટ્રેકટ પેન્ટીંગ કરેલ છે.
કલા એ જીવન છે કલા માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે. ભતૃહરી એ એક શ્ર્લોકમાં દર્શાવ્યું છે. કે કલા વગરનો માણસ પશુસમાન છે. કલા વ્યકિતને સ્વથી નીકળીને વસુધૈવ કુટુંમ્બ ને જોડે છે.કમલેશ પારેખનો ઓફીસ મંત્ર સ્પેસ ક્રિએશન છે. અને પેઈન્ટર ઈઝ કોરીયોગ્રાફી ઓફ સ્પેસ કમલેશ પારેખ સમાજ માટે પણ ઘણુંજ યોગદાન આપેલું છે ઘણા દેરાસરો, મંદિરો, ઉપાશ્રયો ઉપરાંત અનાથ આશ્રમ વગેરેમાં ઘણું જ યોગદાન આપેલ છે.
આ પ્રદર્શનનો ઉદેશ સમાજમાં કચરા વિણતા બાળકોના અભ્યાસ માટે દાન કરવાનો છે. જેથક્ષ કરીને સમાજને ઉપયોગી થવા હાલમાં સૌરાષ્ટ્રમાં પાણીની તંગી ખૂબજ હોવાથી ‘જળએજ જીવન આભીયાન હેઠળ તેમણે પાણી બચાવ માટે સુજલામ સુફલાન યોજના અંતર્ગત વિવિધ પાણીના બચાવ અને પાણીના સંગ્રહ માટે પ્રોજેકટ તૈયાર કરેલ છે. તેમણે મુખ્યમંત્રીને અર્પણ કરેલ છે.