સૌરાષ્ટ્ર કચ્છમાં ઠેર ઠેર રાવળ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી: ફાફડા, જલેબી, મીઠાઇ-ફરસાણ લોકો આરોગશે: ક્ષત્રીયો દ્વારા શસ્ત્રપૂજન: કાલે રામલીલા જેવા ધાર્મિક પ્રસંગો અને વણજોયા મુહુર્ત સાથે શુભ કાર્યોની શરુઆત
માઁ નવદુર્ગાને નવ નવ દિવસ સુધી પુજા અર્ચના, રાસ ગરબાથી પ્રસન્ન કર્યા બાદ કાલે અસત્ય પર સત્યના વિજય સમાં પર્વ દશેરાની સૌરાષ્ટ્ર કચ્છમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. દશેરા એ હિન્દુઓનો મુખ્ય તહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પુજક અને ર્શૌર્યનું ઉપાસક છે.
કથા પ્રમાણે વિજયાદશમીએ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ ઉપરાંત માઁ નવદુર્ગાએ નવ નવ દિવસ સુધી રાક્ષસીમાયા મહિસાસુર સાથે યુઘ્ધ કરી દશમાં દિવસે મહિષાસુરને હણ્યો હતો અને વિજય મેળવ્યો હતો. આ રીતે આસુરી શકિત પર દૈવીશકિતનો વિજયના રુપમાં પર્વ મનાવાય છે. પ્રાચીન સમયમાં રાજાઓ આ દિવસે વિજયની પ્રાર્થના સાથે રણયાત્રા માટે સજજ થતાં.
આ તહેવાર દશ પ્રકારના પાપો કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર, આળસ, હિંસા, ચોરી, જેવા અવગુણોને છોડવાની પ્રેરણા આપે છે.
દશેરા પર્વએ ઠેર ઠેર મીઠાઇ ફરસાણની દુકાનોમાં મંડપ નખાઇ છે અને સ્વાદ પ્રિયો માટે અવનવી મીઠાઇઓ જલેબી, સાટા, હલવો, અઠડીયા, ચોકલેટ બરફી, કાજુકતરી, મેસુબ ઉપલબ્ધ બની છે. આ ઉપરાંત લોકો ફરસાણમાં ગાંઠીયા, બુંદી, ચોરાફળી, ચેવડો વગેરે આરોગી મન પ્રફુલ્લિત કરે છે.ક્ષત્રીયો દ્વારા આ દિવસે વિધિ વિધાન પૂર્વક શસ્ત્ર પૂજા કરવામાં આવે છે તેમજ લોકો સગાઇ, શ્રીમંત જેવા શુભ કાર્યોની શરુઆત વણજોયા મુહર્ત દશેરા પર્વએ આયોજીત કરે છે. ઘણી જગ્યાએ રામલીલા જેવા ધાર્મિક પ્રસંગો યોજાઇ છે. લોકો સોના- ચાંદી – વાહન અને મકાનની ખરીદી કરે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના ઉંચા ઉંચા પુતળાઓનું દહન કરવામાં આવશે. જેનું મહત્વ એ છે કે લોકો પોતાના દુ:ખદર્દો ભુલી કલ્યાણકાર અને પરોપરકારી કાર્યો કરે.
શાસ્ત્રી રાજદિપ જોષીના જણાવ્યા મુજબ વર્ષમાં ચાર વણજોયા મુહુર્ત આવે છે બેશતુ વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા આમ વર્ષના આ ચાર દિવસો મહત્વના ગણાય છે. દશેરાના દિવસે શુભ કાર્ય કરવામાં રાશીબળ અને દિનશુઘ્ધુ જોવાની જરુર રહેતી નથી કોઇપણ શુભ કાર્ય આ દિવસે કરી શકાય છે.આ વર્ષે દશેરા આસો સુદ નોમને ગુરુવાર તારીખ ૧૮-૧૦-૧૮ના દિવસે છે દશેરામાં અપરાહન કારનું મહત્વ હોય છે કારણ કે અપરાહન કાર માં રામ ભગવાને રાવણને માર્યો હતો. આમ આ વર્ષે નોમના દિવસે બપોરે ૩.૩૦ કલાકે દશમ તીથી શરુ થઇ જાય છે. અને આ સમયે શ્રવણ નક્ષત્ર પણ છે. આથી ગુરૂવારે અપરાહન કાળમાં વિજય મુહુર્ત મા દશન તીથી હોતા ગુરુવારે દશેરા મનાવાશે.
વિજયાદશમીના દિવસે વાસ્તુશાંતિ, ગૃહશાંતિ, હવન, સગાઇ, પુજા પાઠ બધુ જ ઉત્તમ ફળ આપનાર બને છે.વિજયા દશમીના દિવસે સુર્ય પૂજા, શમીવૃક્ષનુ પુજન અને શાસ્ત્રોની પૂજાને પ્રાધાન્ય આપવામાં આવે છે આ દિવસે માતાજીનો માલપુવા, દુધપાક, પેંડા, ગોળ ચોખાનું નેવૈદ્ય ધરાવું શુભ છે.
પુરાણો મા મહત્વ જોઇએ તો પાંડવો એ પોતાના છેલ્લા તેરમા ગુપ્ત વાસ દરમ્યાન શમીવૃક્ષમાં પોતાના હથીયારો શેતાબેના અને આજ હથીયાર વડે કૌરવોને હરાવેલા આથી આ દિવસે શમીવૃક્ષનું પુજનનું મહત્વ વધારે છે.
આ દિવસે અર્જુને વિજય ટંકારા કર્યો હતો. તથા ભગવાન રામચંદ્રએ નવદિવસ નવરાત્રીનું વ્રત કરી માતાજીના આશીર્વાદ મેળવી અને દશેરાના દિવસે બપોરે વિજય મુહુર્ત માં રાવણને માર્યો હતો અને આશુરી શકિત પર વિજય મેળવ્યો હતો. આથી આ દિવસનો ઉત્તમ ગણવામાં આવે છે. અને આ દિવસે શસ્ત્રી પુજા કરવામા આવે છે. આ ઉપરાંત રાત્રીના ભવ્ય આતશબાજી કરી લોકોને આનંદદાયી મનોરંજન કરાવવામાં આવે છે.
તથા વિજયા દશમીના દિવસે ત્યાગ અને મોટું તપ કરનાર અને દુ:ખ વેઠનાર તથા દુનિયાને શાંતિનો સંદેશ પહોચાડનાર ભગવાન બુઘ્ધનો જન્મ પણ આજ દિવસે થયો હતો.
વિજયાદશમીનું વિજય મુહુર્ત
બપોરે ૨.૨૮ થી ૩.૧૫ સુધી
ચોઘડીયા પ્રમાણે શુભમુહુર્તો
દિવસના: શુભ ૬.૪૫ થી ૮.૧૨, ચલ ૧૧.૦૫ થી ૧૨.૩૨, લાભ ૧૨.૩૨ થી ૧.૫૮, અમૃત ૧.૫૮ થી ૩.૨
રાત્રીના: અમૃત ૬.૧૮ થી ૭.૫૨, ચલ ૭.૫૨ થી ૯.૨૫
ગરબો પધરાવાનું મુહુર્ત
સાંજે પ્રદેશ કાળ મા ૬.૧૯ થી ૮.૪૮ સુધી