• ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે એસસીએસએસકે એસો. સભ્યોએ આપી વિગત

રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે એસસીએસએસકે એન્ડ એસોસિએશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઓફિસ પ્રારંભ નિમિતે નાના મવા સર્કલ પાસે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં સી.એ. હિરેનભાઇ દ્વારા જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાના સખત તાપમાં જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના રક્તની સખત અછત રહેલી હોય, જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી એસસીએસએસકે એન્ડ એસોસિએશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ઓફિસ પ્રારંભ નિમિતે, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી તા.2-6-24, રવિવાર, સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ઓફીસ નં.608-609, આર.કે.સુપ્રિમ, ટ્વીન સામે, નાના મવા સર્કલ, 150 ફીટ રીંગ રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં સીએ હિરેન શાહ, સીએ પુનિત સોઢા, સીઅ. નિરવ ચોટાઇ, સીએ તેજશ ચોટાઇ, સીએ રવિ કોટેચા, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સિવિલ બ્લડ બેંકના એમડી પેથોલોજીસ્ટ ડોક્ટર્સની ટીમ માનદ્ સેવા આપશે. રક્તદાતાઓને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા વિનંતી છે.

કોઇના જન્મદિવસ કે સ્મૃતિરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવા માટે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી (94282 00660)નો સંપર્ક કરવા વિનંતી.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સીએ હિરેન શાહ, સીએ પુનિત સોઢા, સીએ નિરવ ચોટાઇ, સીએ તેજશ સોઢા, સીએ રવિ કોટેચા તથા શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.