સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન પ્રેરિત
અધ્યક્ષ સ્થાને પૂ. રમેશભાઈ ઓઝા પધારશે
સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા દર વર્ષે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજયમાં કાર્યરત શિક્ષકોમાંથી પસંદગી સમિતિ દ્વારા ઉત્તમ ગુણવતા યુકત કાર્ય કરનાર શિક્ષકની પસંદગી કરી સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દ્વારા સન્માનીત કરવામા આવે છે. સમગ્ર ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૬૬ શિક્ષકો આ એવોર્ડથી સન્માનીત થયા છે.
વર્ષ ૨૦૧૭-૧૮નો સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સંસ્થાના સ્વજન યુ.એસ.એ.સ્થિત ડો. અલ્પનાબહેન ગાંધી તથા દિનેશભાઈ ગાંધી, ન્યૂ જર્સી, યુ.એસ.એ.ના આર્થિક સહયોગથી અર્પણ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષકોના કાર્યના અહેવાલ મૂલ્યનિષ્ઠ કેળવણીકારોનું અનુમોદન અને સ્થળ તપાસના તારણોના આધારે સ્થાનિક પસંદગી સમિતિ દ્વારા પૂર્વ પ્રાથમિક વિભાગમાં દક્ષિણામૂર્તિ બાલમંદિર ભાવનગરના શિક્ષીકા દીપાબહેન પટેલ, પ્રાથમિક વિભાગમાં ગજરાબા પ્રાથમિક શાળા સૂરતના શિક્ષીકા મધુબેન દા‚વાલા અને માધ્યમિક વિભાગમાં સેન્ટ મેરી સ્કુલ રાજકોટના ઉમેશભાઈ વાળાની પસંદગી કરવામાં આવી છે.
આ શિક્ષકોનું રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન અને રૂ૧૦૦૦નો પુસ્તક સંપૂટ અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ વિતરણ સમારંભ કાલ સવારે ૧૦ કલાકે ઈન્સ્ટિટયૂટ ઓફ કવોલિટી એજયુકેશન ૯ જલારામ પ્લોટ ૨ મહર્ષિ ટાવર સામે, યુનિ. રોડ રાજકોટમાં યોજેલ છે. જેમાં અધ્યક્ષ સ્થાને સાંદીપનિ વિદ્યાનિકેતન પોરબંદરનાં સંસ્થાપક અને ભાગવતાચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પધારવાના છે.