કોઈએ સાચું જ કહ્યું છે ઘરની શોભા સજાવટ, બાગની શોભા સુમન શરીરની શોભા ત્વચા, જીવનની શોભા ધર્મ, ધર્મની શોભા શાક્ત, શક્તિના શોભા ભક્તિ, આવી જ ભવ્ય ભક્તિ, ભીતર ભરી, અજબ આસ્થાથી ઓપતા , દેવીઓના અનેક નામ – રૂપ નવલા નરાત્રમાં નવ દિનમાં આઠમના દિનની અલૌકિક શક્તિનું નામ છે મહાગૌરી.
રશિયન ચિંતક ટોલ્સટોય કરે છે. માણસ સતત યાતના વિચારોથી ભોગવે છે . મનને ખસ થઈ હોય એ રીતે ખણ્યા કરવું, ખોતર્યા કરવું અને એનાથી ખુવાર થયા કરવું , એ માનવનો સ્વભાવ છે. સતત વિચાર જેવી બીજી કોઈ યાતના નથી. આ વિચારોને ટાળવાનું અને મઠારવાનું, નિર્વિચાર થવાનું મહા પર્વ એટલે નવરાત્રિ  , ઉપાસનાથી વાસના ટળે, વાસના ટળે તો વિચા મરે, એને મારવાનું શક્તિ પર્વ એટલે નવરાત્ર નવરાત્ર એટલે, વિવિધ શક્તિ દ્વારા સાધનાના પથે આગળ ધપતા – ધપતા નિર્વિચાર સમાધિમાં સ્થિર થવું અને શિવત્વને પામવું .

thumb 1603287675
મૈયા મહાગૌરી શ્રીઅંગ પૂર્ણત: શુભ છે. એમની આવી દૈદિપ્પાન આભાને ચંદ્ર, શંખ, કંદ, પુષ્પ સાથે સરખાવવામાં આવી છે . જ્યારે એમની આયુ આઠ વર્ષની ગણવામાં આવી છે. એટલે જ એમને અષ્ટવર્ષા ભવદે ગૌરી કહેવાય છે . એમના શ્રીઅંગ ઉપર શ્વેત, આભૂષણો, અલંકારો, શોભી રહ્યાં છે અને એટલે જ અષ્ટમીના દિવસે શ્વેત વસ્તુની ખાસ મહિમા છે અને મહત્તા દર્શાવવામાં આવી છે. આપણે ત્યાં મોટે ભાગે અષ્ટમીના લાલ વસ્ત્રોનો વિશેષ પ્રમાણમાં ઉયોગ થાય છે. જયારે અષ્ટમીના દિને શ્વેત વસ્ત્ર પરિધાનનું વિધાન છે . મૈયા મહાગૌરીએ પણ શ્વેત વસ્ત્રો, અલંકારો પરિધાન કર્યા છે એમની ચાર ભૂજા છે . એમનું વાહન શ્વેત વષભ છે. એક હસ્ત અભયમુદ્રા દર્શાવે છયે . બીજા હસ્તમાં ત્રિશૂલ છે . ડાબી બાજુના એક હાથમાં ડમરૂ છે. અને બીજો હાથ વરમુદ્રા દર્શાવે છે. એમની મુખાકૃતિ અત્યંત શાંત, પ્રશાંત છે. અમૂક જગ્યાએ ચાર હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ધનુષ – બાણ ધારણ કર્યાનું વર્ણન મળે છે . તથા સિંહની સવારી તથા ત્રીનેત્રીનો ઉલ્લેખ છે . Screenshot 19

માતા પાર્વતીની દ્રઢ પ્રતિજ્ઞા હતી કે, ભગવાન પશુપતિનાથને પતિના રૂપમાં પ્રાપ્ત કરીશ, અન્યથા જન્મોજન્ મ કુંવારી રહીશ . સંત તુલસીદાસજી એ પણ આ અંગે લખ્યું છે કે,
જન્મ કોટિ લગિ રગર હમારી !
ૐ શંભુ ન ત રહૐ કુઆરી ॥
અને ભગવાન કૈલાસપતિને પ્રાપ્ત કરવા માતા પાર્વતીએ કઠોર અને અધોર તપશ્ચર્યા કરી, પરિણામ સ્વરૂપ તેમનું વદન કૃષ્ણ વર્ણ કાળું પડી ગયું. કઠોર તપશ્ચર્યાના પરિણાઠરૂપે ભગવાન પશુપતિનાથ મૈયા પાર્વતીને પતિના રૂપમાં પ્રાપ્ત થયા . ભગવાન કૈલાસપતિએ તેમનું કૃષ્ણવર્ણ વદન જોઈ . તેમને પુણ્ય સલીલા ગંગામૈયાના જળમાં બોળ્યા અને એ પવિત્ર જળના પ્રભાવથી માતા ગૌર બન્યા , એટલે મહાગૌરી કહેવાયા.

Goddess Durga
એક અન્ય કથાનુસાર ભગવાનં શંકર માતા કૃષ્ણવાને હોતા કાળી કહી ચીડવાતા જેથી મૈયાએ ક્રોધમાં આવી શ્રીઅંગનું અસલી સ્વરૂપ બતાવ્યું , ત્યારતથી તેઓ મહાગૌરી તરીકે ઓળખાયા , એક એવી પણ કથા છે કે,
તેમની કઠીન તપશ્ચર્યા જોઈ બ્રહ્માજીએ તેમને મહાગૌરી તરીકે નવાજયા અને સાથોસાથ વરદાન આપ્યું કે, તમારા આ સ્વરૂપની જે પૂજા કરશે તેને સૌભાગ્ય પ્રાપ્ત થશે.

નવરાત્રીના આઠમાં નોરતે મહાગૌરીની પૂજાનું વિધાન છે. માતા અમોધ શક્તિદાતા અને શીઘ્ર ફલદાયિની છે. આનો સાધક પુષ્પ સમો કોમળ અને ગંગાજળ જેવો પવિત્ર થઈ જાય છે. માતા સાધકની વૃત્તિઓ સત તરફ પ્રેરિત કહે છે અને અસતનો વિનાસ કરે છે.
એમનું અન્ય એક સ્વરૂપ અન્નપૂર્ણા તરીકે પણ ઓળખાય છે. કાર્શામાં તે દિવસે અન્નપૂર્ણાના દર્શન કરવાનું વિશિષ્ટ મહત્વ છે. તેમની આરાધનાથી ઘરમાં અન્નના ભંડાર સદાય ભરેલા રહે છે. જેથી આ દિવસે અન્નપૂર્ણાની પૂજાનું વિશિષ્ટ મહત્વ છે .

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.