છ દિવસ પૂર્વે ગોડાઉનમાંથી 6 હજાર કિલો એલ્યુમીનીયમના વાયરની ચોરી કરી તી : બે શખ્સોની શોધખોળ
કાલાવડ બાલભંડી માર્ગ પર આવેલ ગોડાઉનમાં પાંચ દિવસ પૂર્વે થયેલી રૂ. ચાર લાખના વાયર ચોકીનો ભેદ ઉકેલી રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી વાયર અને વાયહન મળી રૂ. 8.25 લાખનો મુદામાલ કબ્જે કરી બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર જીલ્લા જતાં આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી. પ્રેમસુખડેલુએ આપેલી સુચનાને પગલે કાલાવડ પોલીસ મથકના અને એલસીબીના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધયું હતું.
પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સંદીપસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, સંજયસિંહ વાળા અને ભગીરથસિંહને મળેલી બાતમીના આધારે દોરડો પાડી મુળ ઢસા ગામનો અને હાલ રાજકોટના કુવાડવા રોડ પર નવાગામ છપ્તનીયા કવાર્ટરમાં રહેતો ઇરફાન ઇકબાલ ગીગાણી, મુળ લાઠીનો અને હાલ રાજકોટના જંગલેશ્ર્વરનો આરીફ ગફાર ધાનાણી અને આર.ટી. ઓ. કચેરી પાસે માલધારી સોસાયટીમાં રહેતો ભાવેશ વિનુ વાઘેલાની ધરપકડ કરી રૂ. 1.75 લાખની કિંમતનો 1750 કિલો વાયર અને આયસર મળી રૂ. 8.25 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા ત્રિપુટીની પ્રાથમિક પુછપરછમાં તેની સાથે જંગલેશ્ર્વરનો બાદશાહ અને સોરઠીયાવાડી લીલુડી વોકરીમાં રહેતો પિન્ટુ ની સંડોવણી હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.