કોરોના સંક્રમણ વધતા તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય

રાજકોટ સહિત રાજયભરમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું છે. ધીમેધીમે સંક્રમણ વધતા ફરી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોના હિતમાં સ્વામીનારાયણ મંદિરનાં સંતો, સંચાલકોએ તકેદારીના ભાગરૂપે મંદિર ફરીવાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર આજથી આગામી તા.30મી નવેમ્બર સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. રાજયભરમાં વધુ પ્રમાણમાં કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે વિવિધ સામાજિક, સેવાકીય સંસ્થાઓ મંડળોએ પોતાના કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. રાજય સરકારે પણ શાળાઓ ન ખોલવા ફરીવાર નિર્ણય લીધો હતો.ત્યારે શહેરનાં કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના સંતો-સંચાલકોએ પણ સાવચેતીનાં ભાગરૂપે મંદિર ફરી બંધ કરવા નિર્ણય લીધો છે.

સ્વામીનારાયણ મંદિરે રોજ હજારોની સંખ્યામાં હરિભકતો દર્શનાર્થે આવતા હોય ત્યારે ભાવિક ભકતો માટે આજથી આગામી 30મી નવેમ્બર સુધી મંદિરના દ્વાર બંધ રહેશે. મંદિરની અંદર ભગવાનની સેવા-પુજા, આરતી વગેરે સંતો-સ્વામીઓ દ્વારા નિયમિત કરવામાં આવશે.

હરિભકતો 11 દિવસ સુધી દર્શન કરી શકશે. નહિ રાજકોટ મંદિર ઉપરાંત અમદાવાદ સ્વામીનારાયણ મંદિર તેમજ ભદ્રકાળી મંદિર પણ દર્શન માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ ચાર દિવસ સુધી બંધ રહેશે. કોરોનાના વધતા કહેરને પગલે રાજકોટ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ સર્વે હરિભકતોને તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.