સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને જ્ય સરદારના નારા લગાવાયા

પૂર્વ કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ રહ્યાં ઉપસ્થિત

કાલાવડ: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે કાલાવડ હીરપરા કન્યા છાત્રાલયમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને જ્ય સરદારના નારા લગાવવામા આવ્યા હતા. આ તકે ગૂજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ , સરદાર ધામના ઉપ પ્રમુખ જયંતી સરધારા, કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા, ધ્રોલ ઉમિયા મહિલા કોલેજના ડાયરેક્ટર ભગવાનજી કાનાણી, કન્યા છાત્રાલયના પમુખ ગોપાલ અકબરી, ડો.અનુરથ સાવલીયા, ખોડલધામના તમામ હોદેદારો તેમજ આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કાલાવડ તાલુકામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે કાલાવડ હીરપરા કન્યા છાત્રાલય માં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાલાવડ હીરપરા કન્યા છાત્રાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને જ્ય સરદારના નારા લગાવવામાં આવ્યા હતા.

આ તકે કાલાવડ તાલુકાના પનોતા પુત્ર અને ગૂજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ, સરદાર ધામ ના ઉપપ્રમુખ જયંતી સરધારા, કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા, ધ્રોલ ઉમિયા મહિલા કોલેજના ડાયરેક્ટર ભગવાનજી કાનાણી, કાલાવડ હિરાપરા કન્યા છાત્રાલયના પ્રમુખ ગોપાલ અકબરી, કાલાવડના વતની અને આંખના સર્જન ડો. અનુરથ સાવલીયા, કાલાવડ ખોડલધામના તમામ હોદેદારો , કાલાવડ તાલુકાના તમામ સમાજ ના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તા ઑ એ સરદાર વલ્લભભાઈ પટેલ ની જીવન ગાથા વિશે માહિતગાર કરી સમાજ ને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નું ઉદભોદંન કર્યું.

રાજુ રામોલિયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.